Western Times News

Gujarati News

સમયના અભાવે MAMIના ચેરમેનપદેથી દીપિકાનું રાજીનામું

દીપિકાની બે વર્ષ પહેલાં ચેરપર્સન તરીકે નિયુક્તી થઇ હતી

મુંબઇ,  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી છે. દીપિકાએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, તેણે મુંબઇ એકેડેમી ઓફ મુવિંગ ઇમેજ (એમએએમઆઈ)નાં ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે આ ર્નિણય તેના ફેન્સ સાથે શેર કર્યો છે. તેણે રાજીનામું આપવા પાછળનું કારણ પણ શેર કર્યું છે. દીપિકાની બે વર્ષ પહેલાં એમએએમઆઈની ચેરપર્સન તરીકે નિયુક્ત થઇ હતી.

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે એમએએમઆઈથી અલગ થવાની જાહેરાત કરી છે. તેણે એક તસવીર શેર કરી છે. આ તસવીર સાથે દીપિકાએ લખ્યું કે, એમએએમઆઈના બોર્ડમાં સામેલ થવું અને ચેરપર્સન તરીકે સર્વ કરવું મારી માટે એક શીખવા જેવો અનુભવ રહ્યો છે. એક કલાકાર તરીકે આ બહુ સશક્ત અનુભવ હતો કે સમગ્ર દુનિયાના ટેલેન્ટ અને સિનેમાને મુંબઇમાં લાવવું, મારું બીજું ઘર.

તેણે આગળ લખ્યું કે, મને એવો અહેસાસ થયો કે મારી પાસે હાલ જેટલું કામ છે, તેમાંથી એમએએમઆઈ માટે તેટલું ધ્યાન નહીં આપી શકું. હું તે માનતાં એમએએમઆઈથી અલગ થઇ રહી છું કે તે સૌથી સારા હાથોમાં છે અને એકેડેમી સાથે મારું જાેડાણ જીવનભર રહેશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં દીપિકા પાદુકોણ એમએએમઆઈની ચેરપર્સન બની હતી. દીપિકા પાસે આજકાલ મોટા પ્રોજેક્ટ્‌સ છે. તેમાં કબીર સિંહની ૮૩ છે. તે ઉપરાંત સકુન બત્રાની ફિલ્મ પણ છે. જેમાં તે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે નજરે પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.