Western Times News

Gujarati News

કોરોનાનું સંક્રમણ અટકાવવા ઝઘડિયા અને રાજપારડી જડબેસલાક બંધ રહ્યા

ઝઘડિયા અને રાજપારડીના બજારો સવારે સાત થી બપોરના બે સુધી ખુલ્લા રહેશે બપોર બાદ વેપાર-ધંધા બંધ રહેશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે.ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા વેપારી મથક હોય અહીં સો થી વધુ ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા, કાચો માલ વેચવા તથા સરકારી કામ અર્થે આવતા હોય છે.

તેવા સંજોગોમાં કોરોના નું સંક્રમણ વધવાની દહેશત રહે છે.ગતરોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાજોગ એક વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયાના બજારો સવારે સાત થી બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા. બપોરના બે વાગ્યા બાદ વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.જેને વેપારીઓ દ્વારા માન્ય રાખી આજે બપોર બાદ બજારો જડબેસલાક બંધ થઈ ગયા હતા.આવનારા દિવસોમાં જ્યાં સુધી કોરોના નું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી બજારો બપોર બાદ બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.