Western Times News

Gujarati News

એલએસી નજીક ચીને તૈનાત કરી જમીન પરથી હવામાં હુમલો કરતી મિસાઇલ

નવીદિલ્હી: પૂર્વ લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગત વર્ષે તણાવ સર્જનાર ચીને ફરી એકવાર ચાલબાજી દેખાડવાનું શરૂ કર્યું છે. ચીને એલએસી નજીક સરફેસ ટૂ એર મિસાઇલ બૈટરિયોને તૈનાત કરી છે. ચીનની આ હરકત પર ભારતની બાજ નજર છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખતા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સરહદ નજીક એચક્યુ અને એચક્યુ ૨૨ સહિત જમીન પરથી હવામાં હુમલો કરવામાં સક્ષમ મિસાઇલો તૈનાત કરી છે.

એચક્યૂ-૯ રશિયન એસ-૩૦૦ એર ડિફેન્સ સિસ્ટમનું એક રિવર્સ એન્જિનિયર વર્ઝન છે અને લગભગ ૨૫૦ કિ.મી. દૂર સુધી લ-યને ટ્રેક કરી હિટ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે અમે ચીન દ્વારા તૈનાત અન્ય રક્ષા સંપત્તિઓની સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ પર નજીકથી નજર રાખી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે તાજેતરના અહેવાલોથી જાણવા મળે છે કે હોટન ટીને કાશગર હવાઇ વિસ્તારોમાં ફાઇટર વિમાનોની સંખ્યા ઘટી ગઇ છે. પરંતુ સંખ્યામાં સમયાંતરે ઉતાર-ચઢાવ આવતા રહે છે. તેમણે કહ્યું કે ભલે બન્ને દેશો પેંગોંગ સરોવરથી ડિસ-એંગેજમેન્ટ કરી ચૂક્યા હોય પરંતુ બન્ને પક્ષો દ્વારા તૈનાતી જારી છે.

બીજી તરફ વાતચીતમાં પણ ચીની પક્ષે ગોગરા હાઇટ્‌સ, હોટ સ્પ્રગ્સિ, ડેપ્સાંગ અને ડેમચોક નજીક સીએનએન જંક્શનથી ડિસએંગેજમેન્ટ કરવામાં અનિચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય પક્ષ પણ ત્યારે જ પીછેહટ કરવા પર વિચાર કરશે જ્યારે ચીની સેના ડિસએંગેજ કરવા માટે સહમત થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.