Western Times News

Gujarati News

 અરવલ્લીના ઇસરી આરોગ્ય કેન્દ્રને ૨૦ બેડ સાથે કોવીડ સેન્ટર ઉભું કરાયું, ઈટાડીના આધેડનું કોરોનાથી મોત 

મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે પોઝીટીવ કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.જીલ્લામાં સીવીલ હોસ્પિટલ ના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે ઉભી કરેલ કોવીડ-૧૯ હોસ્પિટલ અને સેન્ટર તેમજ કોરોનાની સારવાર કરતી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ જતા હાલ રોકેટ ગતિએ વધી રહેલ કોરોના સંક્રમણને ધ્યાને લેતા આગામી સમયમાં કોરોના સંક્રમણને લીધે સ્થિતિ વધુ વણસશે તેવી ભીતિ નાગરિકોને સતાવી રહી છે.ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ અંતરિયાળ વિસ્તારના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે તાબડતોડ નિર્ણય લઇ મેઘરજ તાલુકાના ઇસરી આરોગ્ય કેન્દ્રમાં ૨૦ બેડ સાથે કોવીડ સેન્ટર ઉભું કરવામાં આવતા લોકોએ તંત્રના નિર્ણયને આવકાર્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લામાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણથી સતત લોકો મોતને ભેટી રહ્યા છે છેલ્લા દસ દિવસમાં ૧૫ થી વધુ લોકો કોરોનાના દર્દીઓ મોત નીપજી ચુક્યા છે મોડાસા તાલુકાના ઈટાડી ગામમાં વધુ એક આધેડને કોરોના ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે હાલ જીલ્લામાં સરકારે ઉભા કરેલ કોવીડ-૧૯ સેન્ટર અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત બનેલ દર્દીઓને દાખલ થવા માટે વેઇટિંગ રાખવાની ફરજ પડી રહી છે જીલ્લામાં અનેક કોરોનાગ્રસ્ત બનેલ દર્દીઓના પરિવારજનો રેમડીસીવીર ઇન્જેક્શન ન મળતા નિરાશા સાથે ભટકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઝડપથી જીલ્લામાં રેમડીસીવીર ઈંજેક્શન જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર મળી રહે તેવી લોકમાંગ પ્રબળ બની છે

કોરોના સંક્રમણનો  સરકારી કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ પણ સતત ભોગ બની રહ્યા છે ભિલોડા સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં ફરજ બજાવતા બે કર્મચારીઓ કોરોનામાં સપડાતા અન્ય કર્મીઓ અને તેમના સંપર્કમાં આવેલા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો છે આરોગ્ય તંત્રએ બેંકને સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથધરી હતી અને બેંકમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના તકેદારીના ભાગરૂપે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.