Western Times News

Gujarati News

કમિશનર ઓફ હેલ્થ ગાંધીનગરના અધિકારીએ વિરમગામની મુલાકાત લઇ કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરી

આરોગ્ય વિભાગના ધન્વંતરી રથ અને નગરપાલીકાના કોવિડ-૧૯ જનજાગૃતિ કરતા રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામની કમિશનર ઓફ હેલ્થ ગાંધીનગરમાંથી રાજ સુથાર (આઇ.એ.એસ)એ કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર સહિતના સ્થાનો પર મુલાકાત લઇને કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરી હતી.

વિરમગામના સુથાર ફળી ચોક ખાતેથી આરોગ્ય વિભાગના ધન્વંતરી રથ અને વિરમગામ નગરપાલીકાના કોવિડ-૧૯ અંગે જનજાગૃતિ કરતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કમિશનર ઓફ હેલ્થ ગાંધીનગરમાંથી રાજ સુથાર, નગરપાલીકાના પ્રમુખ ચેતન રાઠોડ, ઉપ પ્રમુખ દિપા ઠક્કર, નાયબ મામલતદાર લાલજી ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, હિતેશ મુનસરા, કામીની મુનસરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લોકોને વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને કોવિડ-૧૯ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઇને ટેસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે.

જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.