Western Times News

Gujarati News

શહેરમાં છેલ્લા પ૦ દિવસમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં પ૦ ગણો વધારો

છેલ્લા પ૦ દિવસમાં દૈનિક કેસની સંખ્યામાં પ૦ ગણો વધારો : ૧૦ દિવસમાં દૈનિક કેસ ત્રણ ગણા થયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના કેસ નવા રેકોર્ડ રચી રહયા છે. શહેરમાં પ્થમ વખત દૈનિક કેસની સંખ્યા બે હજાર નજીક પહોચી ગઈ છે તથા દર બે મીનીટે નવા ત્રણ કેસ કન્ફર્મ થઈ રહયા છે. શહેરમાં ૧લી માર્ચે કોરોનાના માત્ર ૯૯ કેસ નોધાયા હતા ૧ર એપ્રિલે કોરોના દૈનીક કેસની સંખ્યા વધીને ૧૯૦૭ થઈ છે. આ આકંડા જ કોરોના સંક્રમણની ભયાનકતા સાબિત કરવા પુરતા છે, શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ ર૧ માર્ચ- ર૦ર૦ના દિવસે કન્ફર્મ થયો હતો. છેલ્લા ૧૩ મહીનામાં કોરોનાના કુલ ૮૦ હજાર કેસ નોધાયા છે જે પૈકી લગભગ ૧પ ટકા કેસ છેલ્લા બાર દિવસમાં કન્ફર્મ થયા છે. ચોંકાવનારી માહિતી મુજબ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં નોંધાયેલા કુલ કેસ જેટલા કેસ એપ્રિલ મહીનામાં કન્ફર્મ થઈ ચુકયા છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા જાહેર કરવામાં આવી રહયા છે.

પરંતુ એ.સી. ઓફીસોમાં બેસીને થતા અમલના કારણે દર્દીઓની સ્થિતિ બદ્‌તર થઈ રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મહાનગર સેવા સદનની ચૂંટણી અને મોટેરા સ્ટેડીયમની ક્રિકેટ મેચ બાદ કોરોના બેકાબુ બની ગયો છે. શહેરમાં દૈનિક કેસની સંખ્યા બે હજાર થઈ ગઈ છે. જે છેલ્લા ૧૩ મહીનામાં સૌથી વધુ છે તેવી જ રીતે દૈનિક સરેરાશ કેસની સંખ્યા પણ છેલ્લા ૧૩ મહીનામાં વધારે છે. ર૦ર૦માં મે અને જુન મહીનામાં કોરોના પીક પર હતો મે- ર૦ર૦માં ૯૧પ૪ અને જુનમાં ૮૬૭૭ કેસ નોધાયા છે. આમ બે મહીનાના ૬૧ દિવસ દરમ્યાન કુલ ૧૭૮૩૧ કેસ નોધાયા છે જેની દૈનિક સરેરાશ ર૯ર.૩૧ કેસની હતી. આ બે મહીનામાં દૈનિક સરેરાશ ર૧.૧૪ મુજબ કુલ ૧ર૯૦ મૃત્યુ થયા હતા મે અને જુન મહીના બાદ દિવાળીમાં કોરોનાએ માથુ ઉચકયુ હતુ નવેમ્બર- ર૦ર૦માં ૬૯૮૪ તેમજ ડીસેમ્બરમાં ૭૧૯૬ મળી કુલ ૧૪૧૮૦ કેસ કન્ફર્મ થયા હતા. આમ ૬૧ દિવસમાં દૈનિક એવરેજ ર૩ર.૪પ કેસ નોધાયા હતા

જયારે આ બે મહીના દરમ્યાન કુલ ૩૪૩ મૃત્યુ નોધાયા હતા. દિવાળી બાદ ર૦ર૧ની શરૂઆતમાં કોરોના શાંત થયો હતો તથા ચૂંટણી અને ક્રિકેટ મેચ સમયે લગભગ ગાયબ જ થઈ ગયો હતો. નવા વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ મહીના સુધી કોરોનાના કુલ ૧૪૪૭ર કેસ નોધાયા હતા જાન્યુઆરી મહીનામાં ૩ર૪૩ કેસ અને ૪૪ મરણ, ફેબ્રુઆરીમાં ૧૬૮પ કેસ અને ૧૮ મરણ અને માર્ચમાં ૯પ૪૪ કેસ અને ૪ર મરણ નોધાયા હતા. ત્રણ મહીનામાં કોરોના કેસની દૈનિક એવરેજ માત્ર ૧૬૦ કેસની રહી હતી જયારે દૈનીક સરેરાશ મૃત્યુ માત્ર ૧.૧પ રહી હતી પરંતુ માર્ચ બાદ પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે તેમજ રીતસર “કોરોના વિસ્ફોટ” થયો છે

શહેરમાં ૧ એપ્રિલ કોરોનાના ૬૧૩ કેસ અને ૦૩ મૃત્યુ નોંધાયા હતા. ૦૩ એપ્રિલે ૬૪૬ કેસ અને ૦૪ મૃત્યુ થયા હતા જયારે ૧ર એપ્રિલે કોરોનાના ૧૯૦૭ કેસ અને ર૦ મૃત્યુ કન્ફર્મ થયા હતા આમ માત્ર દસ દિવસમાં દૈનિક કેસની સંખ્યામાં ત્રણ ગણો અને મૃત્યુમાં પાંચ ગણો વધારો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે ર૦ર૧ના પ્રથમ ત્રણ મહીનામાં નોંધાયેલા કુલ કેસ જેટલા જ કેસ એપ્રિલના માત્ર ૧૩ દિવસમાં નોંધાયા છે. આ આંકડા અને સ્થિતિ ભયાવહ છે જાન્યુઆરી ર૦ર૧થી માર્ચ- ર૦ર૧ સુધી કુલ ૧૪૪૭ર કેસ કન્ફર્મ થયા હતા જેની સામે એપ્રિલના પ્રથમ ૧ર દિવસમાં જ ૧૧૯૮૬ કેસ નોંધાયા છે જયારે ૧૩મી એપ્રિલે વધુ રરપ૧ નોંધાતા એપ્રિલ મહિનામાં કુલ કેસનો આંકડો ૧૪ર૩૭ થઈ ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા પ૦ દિવસમાં કોરોના દૈનિક કેસમાં લગભગ પ૦ ઘણો વધારો થયો છે. ર૦ ફેબ્રુઆરીએ કોરોનાના દૈનિક કેસ માત્ર ૪પ નોંધાયા હતા જેની સામે ૧૩ એપ્રિલે રરપ૧ કેસ નોંધાયા છે જયારે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયેલ કુલ કેસ જેટલા કેસ એપ્રિલના ૧૩ દિવસમાં નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.