Western Times News

Gujarati News

આજથી શરૂ થનારી ધો.૧૦ ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ કરાઇ

પ્રતિકાત્મક

વિદ્યાર્થી એક તરફ મહેનત કરી રહ્યાં તો બીજી તરફ પરીક્ષા ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તેની પર ઘણાં પ્રશ્નચિહ્નો

અમદાવાદ, દેશભરની સાથે રાજ્યમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ એક તરફ મહેનત કરી રહ્યાં તો બીજી તરફ પરીક્ષા ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તેની પર ઘણાં પ્રશ્નચિહ્નો છે. હાલ ગુજરાતનાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. ધો. ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે.

મુખ્ય પરીક્ષા પૂરી થયાના ૩ દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલા ૧૫ એપ્રિલથી ૩૦ એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાવવાની હતી. શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ ૧૫-૦૪-૨૧થી ૩૦-૦૪-૨૧ના સમયગાળાને બદલે શાળાઓએ આ પરીક્ષા એસ.એસ.સી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ત્રણ દિવસમાં લેવાની રહેશે.

આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે. હવે મેની ૧૦મી તારીખથી ધોરણ ૧૦ની બોર્ડની થીયરીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તો ચર્ચા એવી પણ થઇ રહી છે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો આ પરીક્ષાઓ જૂન મહિનામાં પણ લેવાઇ શકે છે. જાેકે, આ અંગે શિક્ષણ વિભાગે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે.

જેમાં હજી સુધી કોઇ ફેરફાર થયો નથી, એટલે પરીક્ષાઓ તેના મે મહિનામાં નિયત સમય પર જ લેવાવવાની છે. નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી ૧૦મી મેથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ ૨૫મી મે સુધી ચાલશે. ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારના ૧૦ વાગ્યાનો રહેશે. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.