Western Times News

Gujarati News

શહેરમાં ૧૦૮ ઓક્સીજન પાર્ક અને ૪૦ સ્થળે મીયા વાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું

મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ : સાયન્સ સીટી વિસ્તારમાં ગૃહમંત્રી
૧૦૮ રોપા લગાવી  ઓક્સિજન પાર્કનું ખાતમુર્હૂત કરશે

 

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને ૨૦૦૬-૦૭ના વર્ષમાં “ગ્રીન સીટી ક્લીન સીટી”નું સૂત્ર જાહેર કર્યું હતું. જે ૨૦૧૯-૨૦માં સાર્થક થી રહ્યું છે. મ્યુનિ.વહીવટીતંત્રને યેનકેન પ્રકારે સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ ક્રમાંક મેળવવામાં સફળતા મળી છે. જ્યારે “મીલીયન ટ્રીઝ” મીશનની સફળતા સાથે જ ગ્રીનસીટીની દિશામાં પહેલ થઈ છે.

૬ઠ્ઠી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરવામાં આવેલ “મીલીયન ટ્રીઝ” મીશનની પૂર્ણાહુતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ૨૯ ઓગસ્ટે કરવામાં આવે છે. “મીલીયન ટ્રીઝ” મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવો તથા નાગરીકોને શુદ્ધ હવા મળી રહે તે માટે  અોક્સિજન  પાર્ક તૈયાર કરવાનો છે.

મ્યુનિસિપલ કમિશ્નરે “હરિયાળી ક્રાંતિ” લાવવા માટે “મીશન મીલીયન ટ્રીઝ” પ્રોજેક્ટ શરૂ કર્યાે હતો. જેમાં ૬ જૂનથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમ્યાન દસ લાખ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક અધિકારીઓને આપવામાં આવ્યો હતો.

મ્યુનિ. અધિકારીઓ, હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ, ખાનગી સંસ્થાઓ, ઔડા, ફોરેસ્ટ વિભાગ તથા સ્વૈચ્છિક  સંસ્થાઓની મદદથી દસ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક નિયત સમયમર્યાદા કરતા પહેલાં જ પૂર્ણ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ૨૯ ઓગસ્ટે “મીલીયન ટ્રીઝ” મીશનની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

મ્યુનિ.રીક્રીએશન કમીટી ચેરમેન જીગ્નેશ પટેલના જણાવ્યા મુજબ ૨૯ ઓગસ્ટે સાયન્સ સીટી વિસ્તારમાં વર્ટીસ ફ્લેટની બાજુમાં આવેલ મ્યુનિ.પ્લોટમાં ગૃહમંત્રી અમિત શાહ ૧૦૮ રોપા લગાવી પ્રોજેક્ટ સમાપન કરશે. ગૃહમંત્રી જે મેદાનમાં ૧૦૮ રોપા લગાવશે તે મેદાનમાં ઓક્સીજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. હાલ, શહેરમાં ૧૦૧ ઓક્સીજન પાર્ક છે. સદર સ્થળે વરસો જૂના તળાવને પણ ડેવલપ કરવામાં આવશે.

સાયન્સ સીટી વિસ્તારની સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓને પણ રોપા લગાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. આ સ્થળે તૈયાર થનાર ઓક્સીજન પાકની માવજત કરવાની જવાબદારી સ્થાનિક નાગરીકો દ્વારા લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં પાંચ હજાર કરતાં વધુ કાર્યકરો હાજર રહેશે. ઓક્સીજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યા બાદ ગૃહમંત્રી ઈલેક્ટ્રીક બસને લીલી ઝંડી આપશે.

મ્યુનિ.કોર્પાેરેશનના “મીશન મીલીયન ટ્રીઝ” પ્રોજેક્ટમાં ઓક્સીજન પાર્ક અને મીયાવાંકી સીસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. સદર પ્રોજેક્ટ અંતર્ગત ૪૦ પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં ૧,૨૯,૧૩૩ મોટા વૃક્ષ અને ૧૨૮૫૦ ફૂલછોડ લગાવવામાં આવ્યા છે. શહેરના મધ્યઝોનના ૦૨ અને પૂર્વ ઝોનમાં ૦૫ પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.

ગોતાની ટી.પી.સ્કીમ ૪૧ના એફ.પી.૧૬૧માં ઉકતી તળાવ પાસે ૨૫ હજાર પ્લોટ વૃક્ષ મીયાવાંકી પદ્ધતિથી લગાવવામાં આવ્યા છે. જ્યારે ખોખરા-મહેમદાવાદ-ઘોડાસર અને રામોલની ટી.પી.સ્કીમમાં અંદાજે ૭૬૦૦ ચો.મી.જમીન પર મીયાંવાકી વૃક્ષારોપણ કરવામાં આવશે.
શહેરમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. તેથી પ્રદૂષણ માત્રામાં ઘટાડો થાય અને નાગરીકોને શુદ્ધ હવા મળી રહે તેવા શુદ્ધ આશયથી ૧૦૧ પ્લોટમાં “ઓક્સીજન પાર્ક” ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ૧૦૨માં અોક્સિજન  પાર્કનું ખાતમુર્હૂત કરવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સીજન પાર્કમાં ૬૨૭૯૭ મોટા વૃક્ષ અને ૫૨૮૦ નાના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે.  મ્યુનિ.કોર્પાેરેશનના પાર્કસ અને ગાર્ડન વિભાગ જે સ્થળે પ્રદૂષણની માત્રા વધુ હોય તેવા સ્થળો પર ઓક્સીજન પાર્ક ડેવલપ કરવામાં આવ્યા છે. શહેરનાં વિવિધ ઈન્ડ.એસ્ટેટ તથા મનપાના એસટીપી પ્લાન્ટ અને વોટર ડી. સેન્ટરોની ખુલ્લી જગ્યામાં ઓક્સીજન પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યાં છે. “મીશન મીલીયન ટ્રીઝ”નો ઉદ્દેશ માત્ર રોપા કે મોટા વૃક્ષો લગાવવાનો નથી. પરંતુ તેને બચાવવાનો પણ છે.

તેથી જે દસ લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા છે. તેના ઉછેરની જવાબદારી સ્વૈચ્છિક  અને ધાર્મિક સંસ્થાઓ, વેપારી એસોસીએશન તથા નાગરીકોએ સ્વીકારી છે. આમ, આ પ્રોજેક્ટ પબ્લીક-પ્રાઈવેટ પાર્ટનરશીપથી પૂર્ણ થયો છે તેમ કહી શકાય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.