Western Times News

Gujarati News

ગંદા મેસેજ કરીને અને બીભત્સ તસવીરો મોકલીને સતામણી

Files Photo

અમદાવાદ: શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છું કહીને યુવકને બીભત્સ મેસેજાે મોકલ્યા હતા અને બાદમાં બીભત્સ ફોટો પણ મોકલ્યા હતા. લગ્ન જીવનમાં ભંગાણ પાડવા કોઈ શખશે આ કાવતરું ઘડ્યું હોવાનું માની યુવકે તે શખસ કોણ છે જાણવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે સરકારી મકાનમાં રહેતા ૨૩ વર્ષીય યુવક મોટા ભાઈ તથા માતા સાથે રહે છે.

શહેર બહાર એક હોસ્પિટલમાં તેઓ ડોકટર તરીકે ઈંટર્ન શિપ કરે છે. અને તેમનો ભાઈ શહેરની એક સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે. ચારેક વર્ષ પહેલા આ યુવકના લગ્ન થયા હતા. પણ આણું બાકી હોવાથી પત્ની પિયરમાં જ રહે છે. ગત ૧૫મી માર્ચ ના રોજ આ યુવકને અજાણ્યા નમ્બર પરથી વોટ્‌સએપ મેસેજ આવ્યો હતો. જેમાં “હું મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છુ

તેવો મેસેજ કર્યો હતો. બાદમાં આ મેડમ એટલે કે ફરિયાદી યુવકની પત્ની વિશે બીભત્સ પ્રકાર ના મેસેજાે કર્યા હતા. “તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, અને એન્જાેય વિથ સેકન્ડ પીસ’ જેવા બીભત્સ મેસેજાે કર્યા હતા. બાદમાં આ શખશે યુવકની પત્નીના બીભત્સ ફોટો મોકલી મેસેજાે કર્યા હતા. ૮મી એપ્રિલ સુધી આ શખ્શે યુવકની પત્ની વિશે બીભત્સ મેસેજાે કરી બીભત્સ ફોટો મોકલી યુવકને હેરાન કર્યો હતો.

યુવકના લગ્નજીવન તોડવાની કોશિશ કરવા આ કાવતરું કોઈ શખશે રચ્યું હોવાથી યુવકે તેના મોટાભાઈ ને વાત કરી હતી. જેથી પત્ની વિશે બીભત્સ મેસેજ મોકલી બીભત્સ ફોટો મોકલનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરાવવા સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી આ શખસ ની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.