Western Times News

Gujarati News

બોર્ડર પર એકત્રિત કિસાનોને હટાવવા માટે કેન્દ્ર સરકારે રણનીતિ બનાવી

નવીદિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની ચારેય બાજુથી ઘેરીને બેઠેલા કિસનોને કોરોના સંક્રણના ફેલાવનું કારણ બનવા દેવામાં આવશે નહીં સિંધુ અને ટીકરી બોર્ડર પર બેઠેલા આ કિસાનોને આંદોલન ખતમ કરવા માટે સરકાર પહેલા પ્રેમથી સમજાવશે અને જાે કિસાન પોતાની જીદ પર મકકમ રહેશે અને આંદોલન સ્થળ પરથી હટશે નહીં તો તેમને અર્ધસૈનિક દળો અને પોલીસની મદદથી હટાવવામાં આવશે ગૃહ મંત્રાલયે આ કિસાનોના ઘરણાનાથી હટાવવાની રૂપરેખા તૈયાર કરી લીધી છે તેના માટે હરિયાણા સરકારને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર તેજીથી ફેલાઇ રહી છે કેન્દર અને રાજય સરકારની પ્રાથમિકતા છે કે ગત સાડા ત્રણ મહિનાથી ઘરણા પર બેઠેલા આ આંદોલનકારી કોરોના સંક્રમણનો શિકાર ન બને નહીં. જાે તે સંક્રમિત થશે તો બીજા લોકોમાં પણ સંક્રમણ તેજીથી ફેલાવવાનો ખતરો છે. તેના માટે સરકાર ઇચ્છે છે કે આ કિસાનોને પ્રેમથી સમજાવી આંદોલન સ્થળ પરથી હટાવવામાં આવે જાે ે બાદમાં આંદોલન કરવા ઇચ્છે તો તેમને કોઇ એક જગ્યા આપી શકાય છે.
આ આંદોલનકારીઓને ધરણા સ્થળોથી હટાવવા માટે સરકારે ઓપરેશનની રૂપરેખા તૈયાર કરી લીધી છે

ગૃહ મંત્રાલય તરફથી ટિકરી અને સિંધુ બોર્ડરનું હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યું છે સીઆઇડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ પણ આ કિસાનોની સંખ્યાની બાબતમાં સરકારને પોતાનો રિપોર્ટ આપ્યો છે સરકારે રણનીતિ તૈયાર કરી છે કે ઓછામાં ઓછા બેવાર આ કિસાનોને સમજાવી આંદોલન સ્થળ છોડવા માટે સમજાવવામાં આવશશે પહેલા તબક્કામાં બોર્ડરની સાથે લાગેલ જીલ્લાના ઉપાયુકત આ કિસાનો સાથે વાત કરી ત્યારબાદ સરકાર સ્વંય પોતાના પ્રતિનિધિઓ દ્વારા વાત કરશે બેવાર વાતચીત કર્યા બાદ જાે તેઓ નહીં માને તો આ કિસાનોને પોલીસ અને અર્ધસૈનિકો દળની મદદ લઇ હટાવવામાં આવશે

કેન્દ્રે આ ઓપરેશનમાં સૌથી મહત્વપૂર્ણ જવાબદારી હરિયાણા સરકારની રહેનારી છે મુખ્યમંત્રી મનોહર લાલ અને ગૃહ મંત્રી અનિલ વિજ વારંવાર કિસાન આંદોલનકારીને વિનંતી કરી રહ્યાં છે કે કોરોનાનો ફેલાવ થઇ રહ્યો છે અને આંદોલનકારીઓને હાલ પોતાનું આંદોલન સ્થગિત કરવું જાેઇએ જાે કે આંદોલનકારી સરકારની આ વિનંતી ગંભીરતાથી લઇ રહ્યાં નથી પરંતુ આગામી એક અઠવાડીયાની અંદર કેન્દ્ર અને રાજય સરકાર મળી ઓપરેશન કલીનને પરિણામ આપશે આ બાબતમાં ગૃહ મંત્રાલય અને હરિયાણા સરકારની વચ્ચે રણનીતિ પર ચર્ચા થઇ ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.