Western Times News

Gujarati News

નાસિકમાં ચક્કર આવી જવાથી અને શ્વાસ ચડવાના કારણે ૯ના મોત

નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં ચક્કર આવી જવાથી અને શ્વાસ ચડવાના કારણે ૯ લોકોના મોત થઈ ગયા. પોલીસ રેકોર્ડ મુજબ આ મોત છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. કોરોના વાયરસ મહામારીના વધતા કેસ વચ્ચે આ રીતે થયેલા આટલા મોતે ચિંતા વધારી દીધી છે.

નાસિકમાં છેલ્લા એક મહિનામાં ચક્કર આવવાના કારણે શ્વાસ ચડવાના કારણે ૫૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પ્રકારે નવા કેસ આવવાથી લોકોમાં ડરનો માહોલ છે અને કોરોના વાયરસ સંક્રમણની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

નાસિકમાં કોરોના દર્દીઓના ઓક્સિજનમાં કમી થઈ રહી છે અને પૂરતો સપ્લાય ન થવાના કારણે સમસ્યા થઈ રહી છે. ઉમા હોસ્પિટલના ડોક્ટર યોગેશ મોરેએ જણાવ્યું કે જ્યારે ઓક્સિજન સપ્લાય વધશે ત્યારે જ વધુ દર્દીઓ દાખલ કરાવી શકાય છે. અમારે દરરોજ ૫૦ સિલિન્ડરને જરૂર છે પરંતુ હાલ ૩૦ જ મળી રહ્યા છે.

આ બધા વચ્ચે નાસિકમાં કોરોનાનો કેર સતત વધી ર હ્યો છે. ગુરુવારે ૫૦૬૭ નવા કેસ સામે આવ્યા. જ્યારે ૩૫ લોકોના મોત થયા. આ અગાઉ ૬૮૨૯ નવા કેસ સામે આવ્યા. જ્યારે ૨૯ લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે નાસિકમાં અત્યાર સુધીમાં ૨૪૮૮૬૮ લોકો કોવિડ-૧૯થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ૨૮૧૬ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.