Western Times News

Gujarati News

ભારતનો પહેલાની જેમ કોરોનાની બીજી લહેરમાં પણ વિજય થશે : ગડકરી

નવીદિલ્હી: ભારતે કોરોનાની પહેલી લહેરનો સામનો પુરી દ્‌ઢતાથી કર્યો હતો અને મજબુતીની સાથે બહાર આવ્યું હતું બીજી લહેરથી પણ દેશ આ રીતે પાર કરી વિકાસના માર્ગ પર આગળ વધશે.કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોો(એમએસએમઇ)ની ક્ષમતા પર વિશ્વાસ વ્યકત કરતા આ વાત કરી હતી.અમેજન ઇડિયાના એક કાર્યક્રમમાં વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા સંબોધિત કરતા કેન્દ્રીય એમએસએમઇ મંત્રીએ કહ્યું કે ગ્લોબલ સપ્લાઇ ચેન મહત્વપૂર્ણ બદલાવના તબક્કાથી પસાર થઇ રહી છે તમામ દેશ ચીનની બહાર પુરવઠાની સંભાવના શોધી રહ્યાં છે.

ભારતના એમએસએમઇ સેકટરમાં આ ગ્લોબલ સપ્લાઇ ચેનનો હિસ્સો બનવાની વ્યાપક ક્ષમતા છે. તેમણે મહામારીની લહેરથી લડવામાં એમએસમઇ સેકટરની ક્ષમતા પર પુરો વિશ્વાસ વ્યકત કર્યો ગડકરીએ કહ્યું કે એમએસએમઇ ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ એન્જીન છે કોરોના મહામારીએ આપણા એમએસએમઇની સમક્ષ એક ગંભીર પડકાર રાખ્યો હતો અને મને એ કહેતા ગર્વ થઇ રહ્યો છે કે આપણા ઉદ્યમી બદલાયેલી પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ છે અને આ સાથે જ દેશને વિકાસના માર્ગ પર લાવવામાં પણ મદદગાર બનશે

તેમણે કહ્યું કે યોગ્ય ઇનપુટ અને ગુણવત્તાને કાયમ રાખતા ટેકનોલોજીને અપનાવવાથી આ સેકટર લાંબી દોડમાં સફળ રહેશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમયની સાથે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભવિષ્યમાં ભારતીય એમએસએમઇની પ્રતિસ્પર્ધા ક્ષમતા અને સફળતામાં ટેકનોલોજીની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ થવા જઇ રહી છે.ઘરેલુ અને વૈશ્વિક બંન્ને સ્તર પર તેની ભૂમિકા રહેશે.તેમણે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતીય એમએસએમઇ સેકટરનું ડિજીટલ ટ્રાંસફોર્મેશન થાય જેથી કંપનીઓ હાજર તકોનો લાભ ઉઠાવી શકે ગડકરીએ સાથે જ ક્ષમતા નિર્માણ પર પણ ભાર આપવાની વકાલત કરી

ઇ કોમર્સ પ્લેટફોર્મે નાના અને કિનારા પર જીવી રહેલ સેલર્સને દેશમાં જ નહીં દેશની બહાર પણ પહોંચાડવામાં મદદ કરી છે.તેનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે આમ તો આ સમયમાં એમએસએમઇનું ડિજીટલીકરણ ઉચ્ચ પ્રાથમિકતામાં રાખવાની જરૂરત છે તેમણે કહ્યું કે સરકાર એમએસએમઇના દાયરામાં આવનારી કંપનીઓની પરિભાષા બદલી દીધી છે જેથી ઉદ્યોગને શક્તિ મળશે તેમણે કહ્યું કે એમએસએમઇ સેકટરે ૧૧ કરોડ રોગદારીની તક પેદા કરી છે દેશની જીડીપીમાં તેનું એક તૃત્યાંશ યોગદાન છે નિર્યાતમાં તેની ભાગીદારી અડધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.