Western Times News

Gujarati News

હરિદ્વાર કુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું કોરોનાથી નિધન

Files Photo

દહેરાદુન: હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હરિદ્વારમાં કુંભ મેળો કોરોનાનું નવું હૉટસ્પૉટ બનતું જઈ રહ્યું છે.

કોરોનાના વધતા પ્રકોપને જાેતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો ર્નિણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જાેતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો ર્નિણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જાેવા મળ્યા છે. જેને જાેતા અમે ૧૭ એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે આ ર્નિણય અમારો અંગત ર્નિણય છે. અખાડા પરિષદનો નહીં.

આ નિર્ણય બાદ અન્ય અખાડા પરિષદો પણ નિર્ણય લઇ શકે છે હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં છેલ્લા ૫ દિવસમાં ૧૭૦૧ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ ૧૦થી ૧૪ એપ્રિલ વચ્ચે કરાઈ હતી. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહાકુંભથી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે.

હરિદ્વારના મુખ્ય ચિકિત્સાધિકારી શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓએ મેળા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં ૨ લાખ ૩૬ હજાર ૭૫૧ લોકોની કોરોના તપાસ કરી. જેમાંથી ૧૭૦૧ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંખ્યામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી સમગ્ર મેળા ક્ષેત્રમાં પાંચ દિવસમાં કરાયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન તપાસ દરમિયાનના આંકડા સામેલ છે.

તેમણે જણાવ્યું કે હજુ અનેક આરટી પીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. આવામાં આ પરિસ્થિતિને જાેતા કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા ૨ હજાર પાર જવાની આશંકા છે. હરિદ્વાર મહાકુંભ ૨૦૨૧ ઉત્તરાખંડના હરિદ્વાર, ટિહરી અને ઋષિકેશના ૬૭૦ હેક્ટર ક્ષેત્રફળમાં ચાલી રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ, બુધવારે મેષ સંક્રાંતિ અને વૈશાખીના પર્વ પર થયેલા બંને શાહી સ્નાનોમાં ૪૮.૫૧ લાખ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના માસ્ક વગર જાેવા મળ્યા હતા.

કુંભમાં સંક્રમણના કેસ વધવાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે કડક પગલાં ભરવાની તૈયારી કરી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે, ભીડને લીધે કોવિડ-૧૯ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કુંભમાં કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સંજાેગોમાં યાત્રીઓ અને અખાડામાં સાધુ-સંતોની સંખ્યા મર્યાદિત કરવા તથા તેમના સમયને નિર્ધારિત કરવાની વાત કહેવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.