Western Times News

Gujarati News

પ્રાંતિજ ના પોગલુ ગ્રામ પંચાયત ના સભ્યો આગેવાનોની મીટીંગ યોજાઇ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે પણ પંચાયત દ્રારા આજે મીટીંગ નુ આયોજન કર્યુ હતુ જેમા કોરોના સંકમણ ને લઈ ને ગામ આવેલ દુકાનના ટાઇમમા ફેરફાર કરવામા આવ્યા .

પ્રાંતિજ ના પોગલુ ગામે આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર ખાતે આજે મંદિર ના મહંત સુનીલદાસજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને પંચાયત ના સભ્યો ગામના આગેવાનોની એક મીટિંગ યોજાઇ હતી જેમા મીટીંગ મા સોશિયલ ડીસટન પણ જોવા મલ્યો હતો તો ગામમા કોરોના સંક્રમિત કેસો વધતા ગામમા આવેલ દુકાનો ના સમય મા ફેરફાર કરવામા આવ્યો હતો અને ગામના લોકો ને સોશિયલ ડીસટન જાળવવા તથા ડેરી એ કે બજાર મા કે ખેતરમા જતા ફરજીયાત માસ્ક પહેરવા ફરજીયાત કરવામા આવ્યુ હતુ

ગામમા આવેલ દુકાનો સવારે-૭ થી બપોર ના ૧૧ અને સાજે પાંચ થી ૭ સુધી નો સમય નકકી કરવામા આવ્યો હતો અને જો કોઇ પણ દુકાન ખુલ્લી હશેતો ૫૦૦ દંડ તથા દુકાન માથી માલ વહેચતા પકડાશે તો ૧૦૦૦ રૂપિયા નો દંડ વસુલ વામા આવશે તો આ મીટીંગ મંદિર ના મહંત સુનીલદાસજી મહારાજ  , સરપંચ રમીલાબેન પટેલ  , શામળભાઇ પટેલ  , ડેપ્યુટી સરપંચ ભરતસિંહ મકવાણા અને પંચાયત સદસ્યો સહિત આગેવાનો અર્જુનસિંહ મકવાણા  , ડી.એમ. મકવાણા  , નરેન્દ્રભાઈ પટેલ  , વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા અને સર્વાનુમતે નિર્ણય લેવામા આવ્યો હતો  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.