Western Times News

Gujarati News

દાહોદના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક  રેમડેસીવીર ઇજેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા ઝડપાયો

દાહોદ: દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોર પર કામ કરતા યુવક ક્રિષ્ના ભોજનાલય પાસે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં બહુમૂલ્ય ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનો ગેરકાયદેસર ઊંચા ભાવે વેચાણ કરતો હોવાની બાતમીના આધારેદાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોગસ ગ્રાહક બનાવી છટકું ગોઠવી ૧૧ જેટલાં રેમડીસીવીર ઇન્જેક્શનો સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ઉપરોકત યુવક પાસેથી બહુબલી ઇંગ્લિશનો રોકડ રકમ સહિત ૧,૩૯,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દાહોદ શહેર સહીત જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તયો છે. જેના લીધે દાહોદ શહેર સહીત જિલ્લામાં કપરી પરિસ્થતિનું સર્જન થઇ રહ્યું છે. આ મહામારીના અજગરી ભરડામાં આવેલા દર્દીઓથી શહેર સહીત જિલ્લાના ખાનગી તેમજ સરકારી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓનો કીડિયારું ઉભરાઈ જવા પામ્યું છે. જયારે આ કોરોના વેશ્વિક મહામારીમાં બહુમૂલ્ય ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનો ખુબ જ અસરદાર હોવાથી આ ઇન્જેક્શનની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

જેને લઈને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. શહેરના સરકારી હોસ્પિટલોને બાદ કરતા ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેકશનની તીવ્ર અછત જોવા મળી રહી હતી. તેવા સમયમાં કેટલાક લાલચુ તત્વો ગરજવાન દર્દીઓ પાસેથી તગડો નફો રળી લેવા મેદાને પડયા છે

ત્યારે આ બહુમૂલ્ય ઇન્જેક્શનની કાળાબજારી રોકવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે તેવા સમયે દાહોદ જિલ્લામાં રેમડેસીવીર ઇજેક્શનનું ગે.કા વેચાણ થતુ રોકવા તેમજ વેચાણ કરતા તત્વોન ઝડપી લેવા માટે એલસીબી પી.આઈ બી.ડી.શાહના સુચનાાા તેમજ માર્ગદર્શનમાં  પો.સ.ઇ.શ પી.એમ.મકવાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે રેમડેસીવીર ઇજેક્શનની જરૂરીયાત મંદ માણસોને ઉંચા ભાવે વેચાતા ઇજેકશનની રજુઆત ના આધારે ડુમી ગ્રાહક ઉભો કરી દાહોદ રેલ્વે સ્ટેશન રોડ હોટલ ક્રિષ્ના (ભોજનાલય) ખાતે વેચાણ કરવા સારૂ આવેલ આરોપીની માહિતી આધારે છટકુ ગોઠવી આયોજન મુજબ ઉંચા ભાવે ઈન્વેક્શનનું વેચાણ કરતા આરોપીને રેમડેસીવીર ઇજેક્શન -૧૧ તથા રોકડા રૂપીયા તેમજ મોબાઇલ નંગ સહીત ૧,૩૯,૪૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આ ઈસમ કમલેશભાઇ ગટુલાલ રાજ પુરોહીત રહે.માપાર્વતી નગર , રાબડાલ , ખાતેનો હોવાનું સપાટી પર આવ્યું  છે તેમજ  દાહોદ એલ.સી.બીએ આ યુવક પાસેથી   રેમડેસીવીર ઇજેક્શન નંગ – ૧૧ તથા રોકડા રૂ. ૭૫,૦૦૦ / તેમજ મોબાઇલ નંગ.૧ કિ.રૂા.૫૦૦૦ / – મળી કુલ કિ.રૂા.૧,૩૯,૪૦૦/- મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.