Western Times News

Gujarati News

હસતા મોઢે અને મક્કમ મનોબળના સહારે કોરોના યુધ્ધના વિજેતા બનતા ૮૬ વર્ષના ચંપાબેન રાણપરા

૬૦ ટકા ફેફસાં બ્લોકેજ અને ૮૪ ઓક્સિજન લેવલને પણ પછડાટ આપીઃ કોરોના સિવિલ અને સમરસની સારવારમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખવા અન્યોને અનુરો

રાજકોટ ‘‘ઘરડાં ગાડાં વાળે’’ એમ નહીં, પરંતુ ‘‘ઘરડાં દાખલો બેસાડે’’, એ બાબતને ૮૬ વર્ષના ચંપાબેન ભગવાનજીભાઇ રાણપરાએ કોરોનાને હરાવીને ચરિતાર્થ કરી બતાવી છે, અને સિવિલ અને સમરસની સંયુકત સારવારથી સંપુર્ણ સાજા થયેલા ચંપાબેન રાણપરાએ સરકારી સારવાર લેવા અન્યોને અનુરોધ કર્યો છે.

ર્ષથી હ્રદયના ધબકારા વધી જવાની તકલીફ છે. અને ગયા વર્ષે તેમને પેરેલિસીસનો હળવો હુમલો પણ આવી ગયો છે. આટલું બાકી હોય તેમ, ચંપાબેન કોરોનાની બીજી લહેરનો ભોગ બન્યા. ઓકસિજનના ૮૪ લેવલ અને ૬૦ ટકા ફેફસાં બ્લોકેજ સાથે તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઇ ૯ એપ્રિલે દાખલ થયા.

૬ દિવસની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અંશતઃ ભયમુકત થયેલા ચંપાબેનને હાલ સમરસ હોસ્ટેલમાં દાખલ કરાયા છે, જયાં તેમનું ઓક્સિજન લેવલ ૯૭ થયું છે, અને ફેકસાં સંપૂર્ણ કાર્યશીલ થાય એટલે આવતી કાલે તેમને રજા આપવામાં આવનાર છે.

ચંપાબેનના પૌત્ર રીતેશભાઇએ જણાવ્યું હતું કે, દાદી મક્કમ મનોબળ ધરાવે છે, એટલે જ તેઓ આટલી અઘરી લડાઇ હસતા મોઢે જીતી શકયા છે. મારાં દાદી સાથે અમને સમરસનો સ્ટાફ રોજ વીડિયો કોલિંગથી વાત કરાવે છે. એટલે દાદીનું હસતું મોઢું જોઇને અમને શેર લોહી ચઢે છે. અહીંના ડોકટર્સ તો અમને સાંત્વના આપે જ છે, એ ઉપરાંત, અહીંનો અન્ય સ્ટાફ પણ ખૂબ જ સહકારની ભાવનાથી અને માનવીય અભિગમથી કામ કરે છે, એ જ અમારા જેવા મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ સધિયારો આપનારૂં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.