Western Times News

Gujarati News

ઓઢવ GIDCમાં આવેલા એસ્ટેટમાં વિકરાળ આગ

ફાયરની ૧૩ ગાડીઓ દ્વારા ૩૭ ફાયર મેને કલાકોની જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો

અમદાાવાદ: શહેરનાં ઓઢવ GIDC વિસ્તારમાં આવેલાં એક ગોડાઉનમાં બુધવારે બપોરનાં સુમારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ત્યાં હાજર લોકોમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસનાં અન્ય ગોડાઊન સુધી પ્રસરી હતી અને ગોાઊનોમાં પડેલો સામાન ભડભડ સળગી ઊઠ્યો હતો.

જેને પગલે ફાયર બ્રિગેડની નાની મોટી થઈ ૧૩ થી વધુ ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. કેટલાંક કલાાકો સુધી ફાયરની ટીમનાં પ્રયાસ બાદ તે કાબુમાં આવી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેટની ટીમનાં બે જવાનોને પણ સામાન્ય ઇજા થઈ હતી. આગનાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢતાં સ્થાનિકો તથા રાહદારીઓ પણ ચોંકી ગયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે GIDCમાં આવેલાં મહાગુજરાત કંપાઊન્ડ નામના એસ્ટેટમાં સંભવ સેલ્સ અને શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામનાં ગોડાઊનો આવેલાં છે. બુધવારે બપોરે એક વાગ્યાનાં સુમારે શિવશક્તિ ગોડઊનમાં આગ લાગી હતી. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં પ્રથમ ઓઢવ ફાયર સ્ટેશનમાંથી બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાાનો પ્રયાાસ કર્યો હતો.

જાે કે ત્યાં સુધીમાં આગ આસપાાસનાં બીજા ગોડાઊનો સુધી પ્રસરી જતાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેને પગલે ગોમતીપુુર, નરોડાા તથા અન્ય ફાયર સ્ટેશનોમાંથી મળીને ૧૩ થી વધુ ફાયર ફાયટર આગને કાાબુ કરવામાં જાેતરાયા હતા.

આ દરમિયાન સાવચેતીનાં ભાગરૂપે આસપાાસનાં ગોડાઊનો ખાલી કરી દેવાયા હતા. જ્યારે ધુમાડાનાં ગોટેગોટા જાેઈને સ્થાનિકો તથા રાહદારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. કલાકોની ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડનાં કર્મચારીઓએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યારબાદ પણણ સ્થળને ઠંડુ કરવા માટે કેટલીક ગાડીઓ મોડે સુધી રોકાઈ હતી.
આગની ઘટના એટલી મોટી હતી કે ૩ ફાયર સ્ટેશન ઓફીસર તથા ડીવીઝનલ ઓફીસર સહીતનાં અધીકારીઓ ખુદ ઘટના સ્થળે હાજર રહ્યા હતાા. આ કામગીરી દરમિયાાન બે ફાયર કર્મીઓને ઇજા થઈ હતી. બાદમાં મોડી સાંજે તમામ ફાયર ફાઈટરો પરત ફર્યા હતા.

આ અંગે વાાત કરતાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે શિવશક્તિ ઈન્ડસ્ટ્રીઝમાં પસ્તીના ૫ ટન જેટલો જથ્થો હતો. જેમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. જે બાજુમાં જ આવેલી ફ્રુડ પેકેટ બનાવતી સંભવ સેલ્સ સુધી પહોંચી હતી.

આસપાસમાં વાહન તથા સ્લીપરનાાં ઉપરાંત અન્ય ગોડાઊન પણ આવેલાં હતા. જેથી મુખ્ય તકેદારી વાહન તથા સ્લીપરનાં ગોડાઊન સુધી આગ ન પહોંચે તેની રાખવામાં આવી હતી. દરમિયાન બંને શેડમાં ૩ તરફથી વેન્ટીલેશન કરવામાં આવ્યું હતું. જેથી ધુમાડો બહાર નીકળી શકે. આ ઘટનામાં બે કર્મીઓને સામાન્ય ઇર્જા થઈ હતી. આગનું કારણ તપાસ બાદ બહાર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.