Western Times News

Gujarati News

સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગામ અંતગર્ત ઝઘડીયા,વાલીયા અને નેત્રંગમાં નહીવત કામગીરી

(પ્રતિનિધિ) ભરૂચ 08062019 : રાજય ના ટ્રાયબલ વિસ્તારમાં સિકલસેલ એનિમિયા નામના રોગ નો પગ પેસારો વઘી રહયો છે સરકાર દ્વારા આવા તાલુકાઓમાં સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત મિશન મોડ સ્ક્રીનીંગ ની કામગીરી ભરૂચ જીલ્લા ના ઝઘડીયા,વાલીયા અને નેત્રંગ માં નહીવત છે.ઉપરાંત અન્ય જીલ્લાઓ માં વસ્તી કરતા વઘુ કામગીરી થઈ હોવાનો જવાબ મળતા મિશન મોડ સ્ક્રીનીંગ ની કામગીરી માં ગેરરીતી થઈ હોય તપાસ ની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત આ રોગ બાબતે રાજયના ૨૬ આદિજાતિ ઘારાસભ્યો,ચાર સાંસદો ને પણ આના પર ઘ્‌યાન આપી કામગીરી કરવા રજુઆત થઈ છે.


ઝઘડીયા તાલુકાના તલોદરા ગામના ગણપતભાઈ પટેલ દ્વારા રાજયના આદિવાસી વિસ્તારોમાં આદિજાતિ ના લોકોમાં સિકલસેલ નામનો ગંભીર વારસાગત રોગનું પ્રમાણ વિશેષ હોવાથી આ રોગના અટકાવવા અને જરૂરી સારવાર પીડીતોને મળી રહે તે માટે રાજય સરકારે અમલમાં મુકેલ યોજના ઝઘડીયા,વાલીયા અને નેત્રંગ તાલુકાઓમાં નહીવત કામગીરી થઈ હોય તેવો જવાબ આર.ટી.આઈ માં મળ્યો છે.

ઉપરાંત જવાબમાં નર્મદાના તિલકવાડા અને નાંદોદ તાલુકામાં આદિજાતિની મુળ વસ્તી કરતા વઘુ લોકોની તપાસ થઈ હોય તેવો જવાબ આપવામાં આવતા સરકાર દ્વારા રોગ બાબતે ચલાવાય રહેલ સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત મિશન મોડ સ્ક્રીનીગ કામગીરીમાં ગેરરીતી કરવામાં આવી હોવાની આંશકા ના આઘારે રાજયના તમામ તાલુકામાં આ યોજનાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજુઆત કર્તા ગણપત પટેલે રાજયના ૨૬ આદિજાતિ ઘારાસભ્યો અને ૪ આદિજાતિ સાંસદોને જાણ માટે તથા સરકાર માં રજુઆત કરવા લેખીતમાં રજુઆત કરી છે.

આર.ટી.આઈ ના જવાબમાં એવો ઘટસ્ફોટ થયો છે કે ઝઘડીયા,વાલીયા અને નેત્રંગ તાલુકામાં મિશન મોડ સ્ક્રીનીંગની કામગીરી ફકત ૩૮ ટકા જેટલી જ થઈ હોય વધુ અસરકારક કામગીરી કરવા રજુઆત કરવામાં આવી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.