Western Times News

Gujarati News

કેવું છે નવી દિલ્હીનું નવનિર્મિત ગરવી ગુજરાત ભવન

નવી દિલ્હી, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે 25બી અકબર રોડ ખાતે નવા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં ચાણક્યપુરી વિસ્તારમાં જૂનું ગુજરાત ભવન આવેલુ છે. જેના બાંધકામને ઘણાં વર્ષો થઈ ગયા છે.

10 ઓક્ટોબર, 2017ના રોજ નવા ગરવી ગુજરાત ભવનના બાંધકામની શરૂઆત થઈ હતી. આજે લગભગ 2 વર્ષે આ બાંધકામ પૂર્ણ થયુ છે અને 02-09-2019ના રોજ તેનું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.  130 કરોડના ખર્ચે બનેલા આ ગરવી ગુજરાત ભવનમાં 190 સુઈટ રૂમો છે. જેમાં ગર્વનર અને ગુજરાતના મુખ્યમંત્રી માટે અલાયદા રૂમો છે.

આ ઉપરાંત 59 રૂમો, રેસ્ટોરન્ટ, બિઝનેસ સેન્ટ, સોવેનિયર સોપ, 200 વ્યક્તિઓ બેસી શકે તેવો હોલ, 4 વીઆઈપી લોંજ, જીમનેશિયમ જેવી આધુનિક સુવિધાઓ છે.  20300 સ્કે. મીટરમાં બંધાયેલા ગરવી ગુજરાત ભવનના આર્કિટેક પ્રસિધ્ધ ડીઝાઈન એસોસિયેટ ઈન્કો. છે.

નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવનની જરૂરીયાત જણાતા રાજય સરકારની માંગ મુજબ ભારત સરકારે રપ બી અકબર રોડ પર ૭૦૬૬ ચો.મીટર જમીન આ ભવન માટે ફાળવી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.