Western Times News

Gujarati News

શહેરી વિસ્તારોમાં મોટર સાઈકલ સવારોને હેલ્મેટ મુકિત આપવા માંગ

File

સુરત જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણી
સુરત,  સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ (કનાજ) દ્વારા સુરત કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી બાઈક સવારોને હેલ્મેટ મુકિત આપવા માંગ કરી છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સરકારે વાહનો માટે જે કાયદો બનાવેલ છે. તેમાં દ્રિચક્રી ટુવ્હીલર વાહના ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવો નહીં તો ૧૦૦૦નો દંડ વસુલવામાં આવશે.

પરંતુ સુરત શહેરમાં ટુ વ્હિલર કેટલા સ્પીડમાં દોડાવી તે માટેનું જાહેરનામું પાડેલ છે. જાહેરનામાં મુજબની સ્પીડ મર્યાદા માટે હેલ્મેટની જરૂરત નથી. વધારામાં શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એટલા હદે છે કે ટુ વ્હીલર ૧૦-૨૦ કિલોમીટરની સ્પીડથી ઉપર દોડાવાય તેમ છે જ નહીં. હેલ્મેટ પહેરવાથી બાજુમાંથી કોઈ મોટું વાહન આવી જાય અથવા તો અોવરટેક કરે ત્યારે ટુ વ્હિલર હાંકનારને ખબર પડતી નથી, જેથી અકસ્માત થવા ભય રહે છે. હેલ્મેટ પહેરવાથી વાળ ખરવાની સમસ્યા લોકોને થાય છે. તેમજ ઘણાં લોકોને હેલ્મેટના લીધે સર્વાઈકલને પ્રોબ્લેમ વધી જાય છે.

આપણા દેશમાં હાલ રોજગારીની તકલીફ હોય, મોટા ભાગના લોકો પ્રાઈવટ ક્ષેત્રમાં નોકરી કરતાં હોય છે. હેમખેમ જીવન ગુજરાન ચલાવતા હોય તેમાં હેલ્મેટ ખરીદે અને એને સાચવવો પડે. બીજું માંડ માંડ જીવન ગુજારો કરતાં હોય ત્યારે આ વધારાના ખર્ચાનો બોજા ગરીબ લોકો ઉપર નાંખવો તે યોગ્ય નથી.

હેલ્મેટની ખરેખર જરૂરિયાત શહેરી વિસ્તારની બહાર સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે ઉપર જ ફરજીયાત પહેરવા માટે સરકાર આ બાબતે લોકોના વિચારો જાણી અને આવા કાયદા બનાવે તો ગરીબ લોકોને માંડ માંડ પેટ્રોલ ભરાવી રોજગારીના સ્થળે જતા હોય અને મળેલ પૈસાથી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. આપને મારી વિનંતી છે કે આપ તાત્કાલિક અસરે શહેરી વિસ્તારના લોકોને હેલ્મેટમાંથી મુકિત આપશો એવી અપેક્ષા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.