Western Times News

Gujarati News

વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ રસીનો બીજાે ડોઝ લઇ શકશે

આગામી ૩૦ ઓગષ્ટ દરમ્યાન કલેક્ટર કચેરી ઇમરજન્સી સેન્ટર ખાતેથી રસીકરણ કરાવી શકશે જિલ્લા કલેક્ટર કે.એલ બચાણીએ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા

(પ્રતિનિધિ) નડિયાદ, નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્રારા વેક્સિનેશનનું સઘન અમલીકરણ થઇ રહ્યુ છે . વિદેશમાં અભ્યાસ અર્થે જતા રાજ્યના વિધાર્થીઓ આ વેક્સિનેશનનો બીજાે ડોઝ આપવા માટે મિશન ડાયરેક્ટરશ્રી , રાષ્ટ્રીય સ્વાથ્ય મિશન , ભારત સરકારની ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીનો પહેલો અને બીજાે ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનો નક્કી થયેલ છે .

પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓને અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે તેમજ હાલમાં ૮૪ દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં – વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય તે અંગે આવા વિધાર્થીઓને રસીનો બીજાે ડોઝ આપવા અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે . તે અંતર્ગત આજે ખેડા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાંથી વિદેશ જનારા ૧૧ વિધાર્થીઓએ આજે કોવિશિલ્ડનો બીજાે ડોઝ લીઘો છે .

રસી લેનારા આ વિધાર્થીઓની જિલ્લા કલેક્ટરશ્રી કે . એલ બચાણીએ રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યુ હતુ કે , વિદેશ જનારા વિધાર્થીઓને વેક્સિન અંગેના પ્રમાણપત્રની કોઇ અડચણ ન આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વિધાર્થીઓ માટે ખાસ રસીકરણ કામગીરી માટે કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી કુલ ૨૭ અરજી આવી હતી જેમાંથી ૧૧ વિધાર્થીઓને આજે રસીનો બીજાે ડોઝ અપાયો છે .

ખેડા જિલ્લામાં વિદેશ જનાર વિધાર્થીઓ માટેનો રસીકરણ કાર્યક્રમ આગામી ૩૦ ઓગષ્ટ -૨૦૨૧ સુધી ચાલશે . રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વિદેશ જનાર વિધાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો . આ તબક્કે જિલ્લા કલેક્ટર રસીકરણ લીધેલા વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા .

૨૬ વર્ષિય દિવ્યાબેન પટેલ , ૨૨ વર્ષિય દિક્ષીત , ૨૨ વર્ષિય જય કુમાર કે જેઓ આગામી સમયમાં કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે કોરોનાકાળ દરમ્યાન ગત તા . ૨૮ એપ્રીલ ૨૦૧૧ ના રોજ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો . હવે જ્યારે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પ્રથમ અને બીજા ડોઝની સમય મર્યાદાની મુંઝવણ તેમને સતાવી રહી હતી .

પરંતુ ભારત સરકારની નવી ગાઇડલાઇન અને રાજ્ય સરકારની સુચારૂ વ્યવસ્થા અંગે પ્રતિભાવ આપતા દિવ્યા બેને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રસીકરણનો બીજાે ડોઝ લઇ રાજ્ય સરકારનો અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે ખેડા જિલ્લામાંથી વિદેશ જનારા વિધાર્થીઓ માટે આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રશંસનિય છે અને અમે સૌ વિધાર્થીઓ જિલ્લા કલેક્ટરશ અને રાજ્ય સરકારની આ સુચારૂ વ્યવસ્થાને બિરદાવીએ છીએ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.