Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં બે લાખથી વધારેના જીવ ગયા

Files Photo

બીજી લહેર દરમિયાન કોરોનાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓએ જીવ ગુમાવ્યા છતાં અમેરિકા – બ્રાઝિલ આગળ, ભારતમાં રોજના ૨૦૦૦ મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે, બીજી લહેર દરમિયાન દર્દીઓ તથા તેમના પરિવારોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવામાં બીજી લહેરમાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૨ લાખને પાર થઈ ગઈ છે. ૨૦૨૦માં મહામારીની ભારતમાં શરુઆત થયા પછી દર ૫માંથી ૩ મૃત્યુ કોરોનાના કારણે થયા છે. જ્યારે બીજી લહેરની શરુઆત પછી એક માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના લીધે સરેરાશ ૨૦૦૦ લોકોના જીવ ગયા છે. બીજી લહેરમાં થનારી મોત અત્યાર સુધીમાં દેશમાં થયેલા કોરોના મૃત્યુમાંથી ૫૭% થાય છે. ભારતમાં કોરોનાના લીધે કુલ ૩,૬૩,૦૨૯ દર્દીઓના મોત થઈ ગયા છે.

દુનિયાની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયા છે. બ્રાઝિલમાં પાછલા ૧૦૨ દિવસ દરમિયાન ૨.૨૫ લાખ લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે, જ્યારે અમેરિકામાં ૧ માર્ચથી અત્યાર સુધીમાં ૮૨,૭૩૮ દર્દીઓના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંક ૬.૧ લાખ પર પહોંચી ગયો છે, જે દુનિયામાં સૌથી વધુ છે. રાહતની વાત એ છે કે ભારતમાં પાછલા ૩ અઠવાડિયાથી રોજના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

જાેકે, મૃત્યુઆંક હજુ પણ ચિંતાનું કારણ છે. જૂનના પહેલા અઠવાડિયામાં ૧૬,૩૦૦ લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંકમાં સુધારો પણ થયો છે, જેમાં મહારાષ્ટ્રમાં ૧૧,૫૮૩, બિહારમાં ૩૯૫૧ અને ઉત્તરાખંડમાં ૭૭૯ મોતનો સમાવેશ થાય છે. પાછલા બે દિવસમાં જ ૫,૮૭૩ મોત જાેડાયા છે, જેમાંથી ૩,૯૫૧ બિહારના અને બાકી મહારાષ્ટ્રના છે. બિહારમાંથી મળેલા મૃત્યુના નવા આંકડાના લીધે બુધવારે ૨૪ કલાકમાં નોંધાતા મૃત્યુની સંખ્યા ૬ હજારને પાર થઈ ગઈ હતી.

જાેકે, એક્સપર્ટે સાચા આંકડા સામે લાવવા બદલ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આનાથી ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળશે. જાે કુલ કેસની વાત કરવામાં આવે તો દેશમાં મહામારી શરુ થયા પછી લગભગ ૬૨% કોરોનાની બીજી લહેર સામે આવી છે. દેશમાં ૧ માર્ચ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કેસ સામે આવ્યા છે જ્યારે મહામારી શરુ થયા બાદ અત્યાર સુધીમાં કુલ ૨.૯ કરોડ સંક્રમણ સામે આવ્યા છે. જ્યારે ૧ માર્ચથી અત્યાર સુધીમાં બ્રાઝિલમાં ૬૫.૭ લાખ કેસ અને અમેરિકામાં ૪૮.૭ લાખ કેસ સામે આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.