Western Times News

Gujarati News

મનોજની પત્નીએ જૂના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા

મનોજ અને રાનીના ડિવોર્સ પાછળ શ્વેતા તિવારીનું નામ આવતું હતું, બંને બિગ બોસના ઘરમાં જાેવા મળ્યા હતા

નવી દિલ્હી: મનોજ તિવારીની પહેલી પત્ની કોણ છે? તેમની પહેલી પત્નીએ સોશિયલ મીડિયા પર કેટલીક જૂની તસવીરો શેર કરી છે જે હાલ ખુબ વાયરલ થઈ રહી છે. મનોજ તિવારીની પહેલી પત્નીનું નામ રાની તિવારી છે. રાની તિવારી એક સમયે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય હતી. બંનેની એક પુત્રી પણ છે. રાની તિવારીએ કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે જાેત જાેતામાં વાયરલ થઈ ગઈ. આ તસવીરોમાં મનોજ તિવારી પણ તેની સાથે છે.

મનોજ તિવારી અને રાનીના લગ્ન ૧૯૯૯માં થયા હતા. બંનેની એક પુત્રી રીતિ છે. મનોજ તિવારી અને રાનીએ વર્ષ ૨૦૧૨માં અલગ થવાનો ર્નિણય લીધો હતો. મનોજ તિવારી અને રાની તિવારીના ડિવોર્સ પાછળ શ્વેતા તિવારીનું નામ આવતું હતું. બંને તે વર્ષે લોકપ્રિય ટીવી શો બિગ બોસના ઘરમાં જાેવા મળ્યા હતા. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાનીએ મનોજ સાથે ડિવોર્સ લઈ લીધા હતા.

ત્યારબાદ મનોજ તિવારીએ બીજા લગ્ન કરી લીધા. રાની તિવારી હાલના સમયમાં તો ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તે તેની પુત્રી સાથે મુંબઈમાં રહે છે. રાની તિવારી ડાયેટિશિયન છે. આ સાથે જ પુત્રીના નામથી રીતિ સ્પોર્ટ્‌સ કંપની પણ ચલાવે છે. આ કંપની જાણીતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના કામકાજને મેનેજ કરે છે. રાની આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.