Western Times News

Gujarati News

કોવિદ -૧૯ થી થયેલા મોતનું સાચું રિપોર્ટિંગ આપો :મદ્વાસ હાઇકાર્ટ

Files Photo

ચેન્નાઇ: કોવિદ -૧૯ થી મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા બહાર પડતા નથી. જેના પરિણામે આ રોગથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને સરકારી રાહત મળી શકતી નથી . તેવી જાહેર હિતની અરજી મદ્રાસ હાઇકોર્ટમાં થતા નામદાર કોર્ટે તામિલનાડુ રાજ્ય સરકારને કોવિદ -૧૯ થી થયેલા મોતનું સાચું રિપોર્ટિંગ બે સપ્તાહમાં રજૂ કરવા અનુરોધ કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનરજી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. જેને ધ્યાને લઈને સરકારને વિનંતી કરી છે કે બે અઠવાડિયામાં પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવે.
નામદાર કોર્ટે રાજ્ય સરકારને મોકલેલી નોટિસમાં જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં આ ફરિયાદ જાેવા મળે છે કે રોગચાળાને કારણે થતાં તમામ મૃત્યુ યોગ્ય રીતે નોંધાયા નથી.

કોવિડ-૧૯ ના મૃત્યુનું સચોટ રિપોર્ટિંગ ભવિષ્યના અધ્યયનમાં મદદ કરશે તે ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં તાત્કાલિક ચિંતા એ છે કે કોવિદ -૧૯ ને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને સરકારી રાહત મળી શકશે નહીં . તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.