Western Times News

Gujarati News

સુશીલ કુમારનીકસ્ટડી ૨૫ જુન સુધારી વધારવામાં આવી

નવીદિલ્હી: છત્રસાલ સ્ટેડિયમમાં થયેલા મર્ડરના કેસ મામલે સુશીલ કુમારને વધુ એક ઝટકો લાગ્યો છે, જ્યાં હવે દિલ્હીની એક અદાલતે શુક્રવારે છત્રસલ સ્ટેડિયમ ખાતેની ઘર્ષણમાં કથિત રેસલરની મોત મામલે ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડી ૨૫ જૂન સુધી લંબાવી દીધી છે. સુશીલ કુમારને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રીતિકા જૈન સમક્ષ નવ દિવસ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ તેમને રજુ કરવામાં આવ્યા હતા. સુશીલ કુમાર પર તેની સામે ખૂન અને અપહરણના કેસ નોંધાયેલા છે.

આપણ જણાવી દઈએ કે, ગત ૪ અને ૫ મેની રાત્રે એક મિલકતના વિવાદમાં સાગર ધનખડ અને તેના બે મિત્રો પર કુમાર અને તેના કેટલાક મિત્રોએ સ્ટેડિયમ ખાતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ધનખડનું મોત નીપજ્યું હતું.

આ સાથે પોલીસે આરોપ લગાવ્યો છે કે, સુશીલ કુમાર હત્યાના “મુખ્ય ગુનેગાર અને કાવતરાખોર” છે. પોલીસના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રોનિક પુરાવા છે જેમાં કુમાર અને તેના સાથી ધનખડને માર મારતા જાેઇ શકાય છે. કુમાર અને સહ આરોપી અજયકુમાર સહરાવતની ૨૩ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.