Western Times News

Gujarati News

પદ્મ ભૂષણથી સન્માનિત ગિરીશ કર્નાડનું નિધન

મુંબઇ : ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મમાં સલમાન ખાનને અલગ અલગ મિશન પર મોકલનારા એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. તેઓ ગત ઘણાં સમયથી બીમાર હતાં અને તેઓને ઘણી વખત હોસ્પિટલમાં ભરતી કરવા પડ્‌યા હતાં. તેઓ ૮૧ વર્ષનાં હતાં. ગત ત્રણ વર્ષથી તેઓ ગંભીર રીતે બીમાર હતાં. આજે વહેલી સવારે તેમનાં અલગ અલગ અંગ નિષ્ક્રિય થતા તેમનું દેહાંત થયુ છે.

ગિરીશ કનાર્ડ ભારતમાં ૮ જનનપીઠ સન્માન મેળવનારા લોકોમાંથી એખ છે. તેમણે હયાવદના, યયાતિ, તુગલક, નાગમંડલા જેવાં નાટક લખ્યા છે. અને તેમનાં આ નાટક કર્ણાટક અને અન્ય રાજ્યોમાં પણ -તેઓ એક જાણિતા લેખક છે અને કન્નડ રંગમંચનાં પુરોધા છે. બીમારીને કારણે લાંબા સમયથી તેઓ પથારીવશ હતાં.

-તેઓ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ડિરેક્શન, નેશનલ ફિલ્મએ વોર્ડ ફોર બેસ્ટ સ્ક્રિન પ્લે, જનપથ એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, ફિલ્મ ફેર એવોર્ડ અને સંગીત નાટક અકાદમી ફેલો એવોર્ડ જીતી ચુક્યા છે.

-તેમની લિખીત બૂક્સની વાત કરીએ તો તેઓએ તો ‘નાગમંડલા’ સૌથી પ્રખ્યાત છે જે ઘણી સ્કૂલ અને કોલેજનાં સિલેબસમાં પણ ભણાવવામાં આવે છે.-તેઓ ૧૨ જેટલી ફિલ્મોનું ડિરેક્શન પણ કરી ચુક્યા છે. જેમાંથી એક ફિલ્મ હિન્દી છે.
-રેખા અને શશી કપૂર સ્ટાર ‘ઉત્સવ’ ફિલ્મનું ડિરેક્શન ગિરીશ કર્નાડે કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.