Western Times News

Gujarati News

બનાસકાંઠામાં પણ પોલીસે એક માસમાં ૧૯ જેટલા બોગસ ડોકટરો ઝડપાયા

files Photo

પાલનપુર: કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગ લોકોની સેવા અને સારવાર કરવામાં વ્યસ્ત હતા આરોગ્ય વિભાગના અધિકારીથી લઇ તમામ કર્મચારીઓ કોરોનાની મહામારીમાં જાેતરાયેલા હતા.જે દરમિયાન રાજ્ય કક્ષાએ બોગસ ડોક્ટરો મામલે રજૂઆત કરી હતી અને રાજ્ય કક્ષાએથી બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવાના પોલીસને નિર્દેશ અપાયા હતા. જેને લઈને બનાસકાંઠામાં પણ પોલીસે એક માસમાં ૧૯ જેટલા બોગસ ડોકટરોને ઝડપી પાડયા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી. જાેકે, આરોગ્ય વિભાગે જિલ્લાના સીએસસી અને પીએચસી કેન્દ્રો પરના ડોક્ટરોને આવા બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવા અને પોલીસને સહકાર આપવા સૂચના અપાઇ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણવીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી છે અમારું પૂરું આરોગ્ય તંત્ર જાેડાયેલું છે. સતત સારવાર વેક્સિનેશન કરવું તમામ કામગીરીમાં જાેડાયેલા છે. બોગસ તબીબો પર આપણે કાર્યવાહી કરતાજ હોઈએ છીએ હાલમાં સ્ટેટ કક્ષાએથી પોલીસ વિભાગને પણ અંદર ઈનવોલ કરી છે. પોલીસ વિભાગપણ જે ગામમાં બોગસ ડોક્ટર છે તે કાર્યવાહી કરી રહી છે. આમ તંત્ર આરોગ્ય તેમની સાથે જ છે એક મહિના લગભગ ૧૯ જેટલા ડોક્ટરો પર કાર્યવાહી થઈ છે. હાલમાં જે બોગસ ડોક્ટરો પ્રાઇવેટ પેક્ટિશ કરતા હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા નાયબ પોલીસ અધિક્ષક આર.કે પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લેહરે ચાલી કેટલું ધ્યાને આવેલું કે, સામાન્ય લક્ષણો છે શેક્ષણિક લાયકાત ધવતા નથી. તેવા ડોક્ટરો પણ તેમની સારવાર કરતા કોરોના લક્ષણ છે કે નહીં, તેવા પ્રોપર ગાઈડ નહી કરે એના લીધે સમાજમાં ખોટો મેસેજ જતો ખોટી રીતે આ પ્રસારિત થાયેજ રહેતું.

એ બાબતે પોલીસ અધિક્ષ તરુણ દુઘલ સાહેબે આ બાબતે સતર્કતા રાખવા આવી કોઈ પ્રવુતિ ચાલતી હોવાથી શેક્ષણિક લાયકાત ધવારતા ના હોવાથી આ બાબતે સૂચના કરતા તમામ અધિકારીએ પોતપોતાની વિસ્તારમાં ઝુંબેસ ઉપડેલી. આખા જિલ્લા ૧૯ તબીબો થોડાક દિવસોમાં મળી આવતા તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ગુના દાખલ કરેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.