Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગની આવકમાં રૂા.૩ર૭ કરોડનો નોંધપાત્ર વધારો

૧૮ ટકા કરદાતાઓ ઓનલાઈન ટેક્ષ ભરી રહયા છે: જૈનિક વકીલ

એપ્રિલ મહીનામાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.ર૦૩.પપ કરોડની આવક મેળવી હતી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરાની ભરપાઈ માટે નાગરીકો ડીઝીટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરે તેમજ કોરોના કાળના કારણે કરદાતાઓની બાકી ફરીયાદોનો ઝડપી નિકાલ કરવા માટે કમીટી મીટીંગમાં ચર્ચા થઈ હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ કોરોના અને લોકડાઉન જેવા સમયમાં સીવીક સેન્ટરો બંધ રાખવાની ફરજ પડે છે. આવા સંજાેગોમાં પણ નાગરીકોને રીબેટ યોજનાનો લાભ મળે અને તંત્રની આવકમાં વધારો થાય તે માટે ડીઝીટલ પેમેન્ટનો વધુ ઉપયોગ થાય તે દિશામાં કાર્યવાહી કરવા વિભાગને સુચના આપી છે.

અગાઉ માત્ર બે ટકા કરદાતા ઓનલાઈન પેમેન્ટ ભરતા હતા હાલ લગભગ ૧૮ ટકા કરદાતા ઓનલાઈન ટેક્ષ જમા કરાવી રહયા છે. નાગરીકોને ઓનલાઈન માધ્યમ તરફ લઈ જવા માટે ખાસ યોજના જાહેર કરવા ભવિષ્યમાં વિચારણા થઈ શકે છે. કોરોના કાળમાં ટેક્ષ વિભાગના અધિકારીઓને ખાસ ફરજ સોંપવામાં આવી હતી

જેના કારણે નાગરીકોની ફરીયાદોના નિકાલ થયો નહતો. હવે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાથી પડતર ફરીયાદોનો ઝડપી નિકાલ કરી ટેક્ષ રીકવરી કરવા માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં ઝોન દીઠ લોક દરબારના આયોજન માટે પણ કમીટીમાં ચર્ચા થઈ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. અંદાજે ૩પ થી ૪૦ હજાર ફરીયાદોનો નિકાલ બાકી છે.

મ્યુનિ. કોર્પોરેશને એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત લંબાવી છે. જેના કારણે મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૩પ૬ કરોડની આવક થઈ છે તંત્ર દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી.

તંત્રએ એપ્રિલ મહીનામાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.ર૦૩.પપ કરોડની આવક મેળવી હતી જયારે મે મહીનામાં કોરોના અને આંશિક લોકડાઉનની અસર જાેવા મળી હતી તથા માત્ર રૂા.૮પ.૪૩ કરોડની આવક થઈ હતી. જયારે જુન મહીનાના પ્રથમ ૧૧ દિવસમાં જ રૂા.૬૬.પ૦ કરોડની આવક થઈ છે

પાછલા નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂા.પ૮.૮૪ કરોડની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ર૦ર૦માં એપ્રિલ અને મે મહીનામાં પૂર્ણ લોકડાઉન હોવાથી આ બે મહીના દરમ્યાન માત્ર રૂા.૩.૧ર કરોડની આવક થઈ હતી. જયારે ૧ જુનથી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી.

જેમાં જુન મહીના દરમ્યાન રૂા.ર૩૯.૦૪ કરોડની આવક થઈ હતી પાછલા નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા પેટે કુલ રૂા.૧૧રર.૮૮ કરોડની આવક થઈ હતી. જયારે પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૭૧.૬૩ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૧ જુન સુધી રૂા.ર૯.૭૦ કરોડની આવક થઈ છે.

જયારે વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૧૮.૧પ કરોડની આવક થઈ છે. ર૦ર૦-ર૧માં ૧ એપ્રિલથી ૧૧ જુન સુધી ટેક્ષ વિભાગને માત્ર રૂા.૭પ.પપ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ વર્ષમાં રૂા.૪૦૩.૩૩ કરોડની આવક થઈ છે. આમ, ગત્‌ વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં મનપાની તિજાેરીમાં રૂા.૩ર૭.૭૮ કરોડ વધુ જમા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.