Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશનથી કૂદી મહિલા GRDનો આપઘાતનો પ્રયાસ

પ્રતિકાત્મક

સહકર્મીએ મૈત્રી કરાર કર્યા બાદ તેને ગેસ્ટહાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનની છત પરથી ગઈકાલે એક મહિલા જીઆરડીએ કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ જીઆરડી મહીલાને પ્રથમ સારવાર ભેંસાણ આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

દરમિયાન આ બનાવ બાદ આ મામલે મહિલા જીઆરડીએ તેના સહકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સહકર્મી જયદીપ પરમારે મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ અને જબરદસ્તી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ મામલે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

જાેકે, મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવની વિગતો એવી છે કે ગઈકાલે મોડી સાંજે ભેસાણ પોલીસ મથક પરથી મહિલા જીઆરડીએ કૂદકો માર્યો હતો. નીચે પટકાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યારે વધુમાં તપાસ કરતા આ મહિલાએ તેના જ સહકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ નોંઘાવેલી એફઆઈઆરમાં સહકર્મી જયદિપ પરમાર પર આક્ષેપ કરતા કહ્યું કે તે પોતાના માતાપિતા સાથે રહે છે અને વર્ષ ૨૦૧૫માં તેનું લગ્ન થયું હતું. લગ્ન બાદ તેને સંતાનમાં એક પુત્ર છે. જાેકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લઈ લીધા હતા. દરમિયાન થેલેસેમિયાની સારવાર દરમિયાન તેના સંતાનનું મૃત્યુ થયું હતું.

દરમિયાન મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને સહકર્મી જયદિપ વીરજીભાઈ પરમાર સાથે છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી હતી અને બંનેએ ૩૧મી મેના રોજ મૈત્રી કરાર કરી લીધો હતો. દરમિયાન ગત ૬ જૂનના રોજ સવારના અઢી ત્રણ વાગ્યાના સુમારે જયદીનો ફોન આવેલો અને તે મહિલાના ઘરની બહાર આવ્યો હતો અને મહિલા સાથે ગાળાગાળી કરી હતી તેમજ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો.

મહિલાના આક્ષેપ મુજબ જયદિપે તેને જેતપુરના આશિર્વાદ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભાટગામના રસ્તે કોઈની વાડીએ લઈ જઈ અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ વહેલી સવારે તે જેતપુરના ઉત્સવ ગેસ્ટહાઉસમાં લઈ આવ્યો હતો અને મહિલાને જાતિ વિષયક ટીપ્પણી કરીને કહ્યું હતું કે કે તને મારા માતાપિતા નહી અપનાવે જેથી તું તારા માતાપિતાના ઘરે જતી રહે. ત્યારબાદ જયદીપ મહિલાને પોલીસ મથકની બહાર મૂકીને જતો રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.