Western Times News

Gujarati News

કોઈ સુરક્ષા વગર યુવતીએ મધમાખીઓનું ઝૂંડ હટાવ્યું

એરિકા પ્રોફેશનલ રીતે મધમાખી પાળવાનું કામ કરે છે તેના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જાેયો છે

ટેક્સાસ: એરિકા પ્રોફેશનલ રીતે મધમાખી પાળવાનું કામ કરે છે. તેના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જાેયો છે અને ૮૦ હજારથી પણ વધુ વખત શેર કરવામાં આવ્યો છે. એરિકા થૉમસન નામની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એરિકા ખુલ્લા હાથે મધમાખીના ઝૂંડને હટાવતી નજરે પડે છે. એરિકા અમેરિકાના ટેક્સાસની રહેવાસી છે અને તે પ્રોફેશનલ રીતે મધમાખી પાળવાનું કામ કરે છે.

તેણે પોતાના વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અપલોડ કર્યા છે. વીડિયોમાં એરિકા ખૂબ જ સરળતાથી મધમાખીના ઝૂંડને છત્ત પરથી ઉતારીને મધમાખી પાળવાનાં બોક્સમાં ભરતી નજરે પડે છે. દરેક વ્યક્તિ તેની આ હરકત જાેઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેના વાયરલ થયેલા વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપે છે. આ વીડિયોની સાથે એરિકાએ લખ્યું કે, અહીં એક એપાર્ટમેન્ટના કોર્ટયાર્ડમાં બનાવેલી છત્તની અંદર મધમાખીનું એક ખૂબ જ મોટુ હતું.

આ વિસ્તારમાં રહેતા બે-ત્રણ લોકોએ મધમાખીના ઝૂંડને હટાવવા મારો સંપર્ક કર્યો. આ મધમાખીઓને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે તેને લઈ સ્થાનિકો ચિંતિત હતા. જ્યારે મેં અડધાથી ઉપરની મધમાખીને હટાવી દીધી ત્યારે અહેસાસ થયો કે, આ મધમાખીને એક નવા ઘર કરતાં એક નવી રાણી મધમાખીની જરૂર છે. આ વીડિયોમાં એરિકાએ પોતાના બચાવ માટે ન તો કોઈ પ્રકારનો સૂટ પહેર્યો છે, કે નથી પોતાના હાથમાં ગ્લોવ્સ પહેર્યા.

વીડિયોમાં તે રાણી મધમાખીને શોધવાની વાત કરે છે. કહે છે કે, એકવાર રાણી મધમાખીને હટાવીશું, તો તેની પાછળ-પાછળ બધી મધમાખી જતી રહેશે. આમ કરીને તે મધમાખીઓને પણ બચાવે છે અને તેમના ઘરને પણ. એરિકા પ્રોફેશનલ રીતે મધમાખીને પાળવાનું કામ કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર મધમાખીઓને બચાવવાનાં અનેક વીડિયો અપલોડ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.