Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીઓ ડિસેમ્બરમાં યોજાય તેવી સંભાવના

Files Photo

નવીદિલ્હી: ઉપરાજયપાલ મનોજ સિન્હાના તાજેતરના દિલ્હી પ્રવાસ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીઓ કરાવવાની અટકળો વચ્ચે રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. મુખ્યધારાની રાજનીતિથી જાેડાયેલ તમામ પક્ષોમં બેઠકોનો દૌર ચાલુ થઇ ગયો છે. પાંચ ઓગષ્ટ ૨૦૧૯ પહેલાના બંધારણની સ્થિતિને બહાલ અને જમ્મુ કાશ્મીરને રાજયનો દરજજાે અપાવ્યા વિના વિધાનસભા ચુંટણીથી દુર રહેવાનો સંકેત આપનારા પક્ષો પણ પોત પોતાના કાર્યકરોને સક્રિય કરવામાં લાગ્યા છે તેના માટે વીડિયો અને ટેલીકોન્ફસનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. તમામ પક્ષો પોત પોતાની વિવિધ એકમોના પસંદગીના નેતાઓની ક્રમાનુસાર બેઠકો બોલાવી રહ્યાં છે જેથી ભીડ એકત્રિત ન થાય સ્થાનિક રાજકીય વર્તુળોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચુંટણી આ વર્ષ ડિસેમ્બર કે આગામી વર્ષની શરૂઆતમાં જ સંપન્ન કરાવી શકાય છે.

હાલમાં જમ્મુ કાશ્મીરમાં પ્રશાસનિક બાગડોર પુરી રીતે ઉપરાજયપાલના હાથમાં છે કેન્દ્ર સરકારે પહેલા આ વર્ષ જુન જુલાઇમાં વિધાનસભા ચુંટણી કરાવવાની યોજના તૈયાર કરી હતી જે પરિસીમન પ્રક્રિયા પુરી ન થવા અને કોરોનાથી ઉભી થયેલી સ્થિતિને કારણે શકય બની શકી નહીં. હવે ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે બેઠક કરતા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીની અટકળો ફરીથી શરૂ થઇ ગઇ છે અને રાજકીય પક્ષો પણ સક્રિય થઇ ગયા છે.

બે દિવસ પહેલા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો ફારૂક અબ્દુલ્લાએ પોતાની પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે એક વીડિયો કોફ્રેંસ કરી હતી તેમાં વિધાનસભા ચુંટણી અને પરિસીમનના મુદ્દા પર ચર્ચા કરી હતી આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ જીલ્લા અને બ્લોક સ્તર પર પણ નાની નાની બેઠકો કરી રહ્યું છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્ક્ષ મહેબુબા મુફતી પણ સતત ફોન પર પાર્ટીના તમામ જીલ્લા અને બ્લોક પ્રધાનોની સાથે સંપર્ક કરી જમ્મુ કાશ્મીરની રાજકીય સ્થિતિ પર તેમનો મત લઇ રહ્યાં છે.

પૈંથર્સ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી હર્ષ દેવ સિંહે કહ્યું હતું કે રાજયમાં કાલે તો શું આજે કરાવવામાં આવે ચુંટણીઓ અમે તેના માટે તૈયારી છીએ અમે અમારા કેડેરની સાથે સતત સંપર્કમાં છીએ ચુંટણીયેલી સરકાર ન હોવાની સ્થિતિમાં સામાન્ય લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે પરિસીમનની આડમાં વિધાનસભા ચુંટણીને ટાળવી જાેઇએ નહીં ભાજપે પણ કહ્યું હતું કે અમે કોઇ પણ સમયે વિધાનસભા ચુંટણી માટે તૈયારી છીએ.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિંદ્ર ગુપ્તાએ કહ્યું કે અમે આશા કરીએ છીએ કે પરિસીમન પંચ ૨૦૨૧માં સમાપ્ત થતા પહેલા પોતાનું કામ પુરૂ કરશે અને ચુંટણીની પણ જાહેરાત થશે.સુત્રોનું માનવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં વિવિધ પક્ષોને ડિસેમ્બર કે આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચુંટણી કરાવવાની સંભાવનાના કેન્દ્ર સરકારે સંકેત આપતા પોતાની તૈયારીઓ માટે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.