Western Times News

Gujarati News

વૃદ્ધો મરી જાય તો ચાલે પણ પહેલા બાળકોને રસી આપવાની હતી : રાજસ્થાન સરકારના મંત્રી

જયપુર: કોરોના વાયરસની મહામારીના સમયમાં રાજનેતાઓએ ખૂબ જ્ઞાન આપ્યા હતા. કોઈએ ગૌમૂત્ર દ્વારા કોરોના ભગાવવાનો દાવો કર્યો હતો તો કોઈએ કીચડથી નહાવાની વાત કરી હતી. કોરોનાને લઈને વિવાદીત નિવેદન આપનાર નેતાઓની યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ સામેલ થઈ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોનાથી બચવા માટે વેક્સિનેશનને લઈને જ્ઞાન આપ્યું છે. રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ વેક્સિનેશનને લઈને નવું જ જ્ઞાન આપી દીધુ છે. મંત્રી બીડી કલ્લાએ કહ્યું કે તમને લોકોને ખબર છે કે વેક્સિન કોને લગાવવામાં આવે છે?

આજ સુધી દેશમાં વેક્સિન ફક્ત બાળકોને જ લગાવવામાં આવતી હતી. વૃદ્ધોને ક્યાં વેક્સિન લગાવવામાં જ આવે છે. તેમણે કહ્યું કે કોરોનામાં પણ સૌથી પહેલા બાળકોને વેક્સિન લગાવવામાં આવે છે કારણ કે બાળકોને બચાવવા જરૂરી છે.

કલ્લાએ કહ્યું કે મોદી સરકારે કોરોનાની વેક્સિન વૃદ્ધોને લગાવવાની શરૂ કરી દીધી. તેમણે કહ્યું કે અમે પોતો જ વૃદ્ધોને એવું કહેતા સાંભળ્યા છે કે અમે તો એમ પણ ૮૦-૮૫ વર્ષના થઈ ગયા છીએ. અમે કોરોનાથી મરી જઈએ તો કોઈ વાત નહીં. પહેલા બાળકોને વેક્સિન લગાવવામાં આવે. મંત્રીજી આટલું કહીને પણ ન રોકાઈ ગયા. તેમણે વેક્સિનેશન પોલિસીને લઈને કેન્દ્ર સરકાર પર ખૂબ હુમલો કર્યો.

તેમણે કહ્યું કે પીએમ મોદીની વેક્સિન નીતિ ખોટી છે. વેક્સિન આવી તો સૌથી પહેલા વેક્સિન બાળકોને લાગવી જાેઈએ. મોદી સરકારે આમ ન કર્યુ તેના કારણે આવી સમસ્યા સર્જાઈ છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી બીડી કલ્લાનું નિવેદન ટ્‌વીટ કરતા તેના પર પ્રહાર કર્યા છે. ગજેન્દ્ર સિંહ શેખાવતે બીડી કલ્લાના નિવેદનને ટ્‌વીટ કરતા લખ્યું કે વેક્સિનને લઈને કોંગ્રેસના નેતાઓના હાસ્યાસ્પદ જ્ઞાન અને નિવેદન સાંભલી લો. વેક્સિન પોલિટિક્સ દ્વારા કોંગ્રેસ હવે ક્લાઉન પોલિટિક્સ પર આવી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.