Western Times News

Gujarati News

બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર ૫ ટકા ટેક્સ યથાવત રહેશે : નાણાંમંત્રી

નવીદિલ્હી: આજે જીએસટી કાઉન્સિલ ની ૪૪મી બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં શું ર્નિણય લેવામાં આવ્યા તેને લઈને નાણામંત્રી ર્નિમલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરને જાણકારી આપી છે. આજે બેઠકમાં એમ્બ્યુલન્સ પર જીએસટીનો દર ઘટાડીને ૧૨ ટકા અને ટેમ્પરેચર ચેકિંગ ઈક્વિમેન્ટ્‌સ માટે જીએસટીના ૫ ટકા કરી દેવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે જે સામગ્રી પર છૂટ આપવામાં આવી છે તેના પર છૂટની નોટિફિકેશન કાલે જાહેર કરવામાં આવશે. જીએસટીના આ દર સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લાગુ રહેશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે કાઉન્સિલે એમ્બ્યુલન્સ પર જીએસટીના દરને ઘટાડીને ૧૨% કરવાનો ર્નિણય કર્યો છે. અત્યાર સુધી એમ્બ્યુલન્સ પર ૨૮ ટકાના દરથી જીએસટી વસુલવામાં આવતું હતું. બ્લેક ફંગસની સારવારમાં એમ્ફોથ્રેસિન-બીનો ઉપયોગ થાય છે. કાઉન્સિલે આ દવાઓ પર જીએસટીન લેવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે ઓક્સિમીટર પર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યું છે. વેન્ટિલેટર પર ૧૨ ટકાથી ઘટાકીને ૫ટકા કરવામાં આવ્યા છે.રેમડેસિવિર પર ૧૨ટકાથી ૫ ટકા કરવામાં આવ્યા છે.મેડિરલ ગ્રેડ ઓક્સિજન પર ૧૨ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યા છે.

જીએસટી કાઉન્સિલે ૨૮ મેએ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અને સામાન પર ટેક્સના દરો પર વિચાર કરવા માટે ૮ મંત્રીઓના સમૂહનું ગઠન કરવાનો ર્નિણય કર્યો હતો. નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમૂહના સૂચનો બાદ મંજૂરી આપતા દરોમાં કપાત કરવાનો ર્નિણય કર્યો છે.

મહત્વનું છે કે, ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ સમિતિમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પસંદગી કરાઈ છે. કોવિડ રાહત સામગ્રીમાં જીએસટીની છૂટછાટની સમિતિ બનાવાય છે તેમાં નીતિન પટેલનો સમાવેશ કરાયો છે. કન્વીનર સહિત ૮ સભ્યોનો ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં સમાવેશ કરાયો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે સમિતિની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, ગોવાના ટ્રાંસપોર્ટ મંત્રી ગોદીન્હોનો પણ સમાવેશ કરાયો છે યુપી, કેરળ, ઓડિશા, તેલંગાણાના નાણામંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા છે. ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્‌સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્‌સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ ર્નિમલા સીતારમને કહ્યું છે.

જીએસટી કાઉન્સિલે કોરોનાની દવા રેમડેસિવિર પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરવાના પ્રસ્વાસને મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે – ઇલેક્ટ્રિક ફર્નેસેજ અને ટેમ્પ્રેચર ચેકિંગ ઇક્વિપમેન્ટ પર જીએસટી ઘટાડી ૫ ટકા અને એમ્બ્યુલન્સ પર ૧૨ ટકા કરી દેવામાં આવ્યું છે. આ દર સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. જીઓએએ તેમાં એક ઓગસ્ટ સુધી ઘટાડાની ભલામણ કરી હતી.

બ્લેક ફંગસની સારવારમાં કામ આવનાર એન્ટીફંગલ દવા છદ્બॅર્રંીિૈષ્ઠૈહ કોઈ જીએસટી લાગશે નહીં.જીએસટી કાઉન્સિલે ૨૮ મેનાં રોજ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓ અને સામાન પર ટેક્સના રેટ પર વિચાર કરવા માટે ૮ મંત્રીઓના એક જૂથે ર્નિણય કર્યો હતો. નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમુહની ભલામણને મંજૂરી આપતા ટેક્સમાં ઘટાડવાનો ર્નિણય કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.