Western Times News

Gujarati News

હવે કિસાનો દેશના તમામ રાજભવનો સામે પ્રદર્શન કરશે

ચંડીગઢ: સરકારે જાહેર કરેલા ખેતીના ૩ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના લીધે આંદોલનની ધીમુ પડી ગયું હતું. પરંતુ ખેડૂતો ફરીથી આંદોલન શરુ કરશે.સંયુક્ત ખેડૂત સમિતિની બેઠક થઇ તેમાં ખેડૂત નેતા ઇન્દ્રજીત સિંહે કહ્યું કે, ૨૪ જુનના રોજ સંત કબીર જયંતી મનાવવામાં આવશે. ૨૬મી જુનના રોજ ખેડૂત આંદોલનના ૭ મહિના પૂર્ણ થશે તેઓ કોઈ પણ પ્રકારની અનુમતિ લીધા વગર દેશના તમામ રાજભવનો સામે પ્રદર્શન કરશે તે ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના વિરોધ અંગેનું મેમોરેન્ડમ પણ રજુ કરશે.

ખેડૂત સમિતિએ ર્નિણય લીધો છે કે તેઓ ૨૬ જુનના રોજ દેશભરના તમામ રાજભવનો સામે કાળો ઝંડો ફરકાવીને વિરોધ પ્રદર્શન કરશે. ખેતી બચાઓ, લોકતંત્ર બચાઓના નામે આ દિવસને ઉજવવામાં આવશે. ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, સરકાર ગમે તેટલા કોર્ટ કેસ અમારા વિરોધમાં દાખલ કરે તેની અમારા આંદોલન પર અસર નહીં પડે, અમારું મનોબળ એટલું પ્રબળ છે કે અમે કોઈ પણ પ્રકારના ભય વગર અમારું આંદોલન ચાલુ જ રાખીશું.

ખેડૂત નેતા ઇન્દ્રજીત સિંહે જણાવ્યું કે, ૨૬ જુન ૧૯૭૫ ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આજ દિવસે સરકારે કટોકટી જાહેર કરી હતી અને આજની પરિસ્થિતિ પણ કટોકટી જેવી જ છે પરંતુ સરકાર તેની ગંભીરતા સમજવામાં અસમર્થ છે. અમારા આંદોલનને ૨૬મી જુનના રોજ ૭ મહિના પણ પૂર્ણ થઇ રહ્યા છે.

હરીયાણાના ગૃહમંત્રી અનીલ વીજે તાજેતરમાં ખેડૂતોને ભડકાવે તેવું નિવેદન આપ્યું છે, ખેડૂત નેતાઓ તેનાથી ગુસ્સે ભરાયા છે અને કહ્યું કે આવા નિવેદનો આપવાથી અમારા આંદોલન વધુને વધુ ઉગ્ર બનશે. સરકાર માત્રને માત્ર ખેડૂતોને ભડકાવવા માંગે છે

પરંતુ અમારી એકતાને તોડવી એટલી સરળ નથી. અમારું આંદોલન ચાલુ જ રેહશે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, જજપા અને ભાજપના નેતાઓ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. પ્રત્યેક ગામડામાં તેના વિરોધમાં અભિયાન ચલાવવામાં આવશે અને નેતાઓને લગ્ન તથા કોઈપણ પ્રસંગમાં આમંત્રિત નહીં કરવામાં આવે. યુપી અને ઉત્તરાખંડમાં આંદોલનને અગ્રેસર કરવાની પણ રણનીતિ તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.