Western Times News

Gujarati News

કોરોના વેક્સિન પેટન્ટ ફ્રી કરવામાં આવેઃ મોદી

Files Photo

તમામ દેશો સુધી વેક્સિન પહોંચાડવા માટે પણ સહયોગ માગ્યો

નવીદિલ્હી, બ્રિટનમાં ચાલી રહેલા જી-૭ સમિટનો રવિવારે અંતિમ દિવસ હતો. શનિવારે ‘વન અર્થ-વન હેલ્થ’નો મંત્ર આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પણ સતત બીજા દિવસે સમિટનું વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. વડાપ્રધાનમંત્રી મોદીએ ભાષણ અંગે વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પી.હરીશે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ જી-૭ દેશોના નેતાઓ સમક્ષ કોરોના વેક્સિનને પેટન્ટ ફ્રી કરવાની તરફેણ કરવા સાથે તમામ દેશો સુધી વેક્સિન પહોંચાડવા સહયોગ માગ્યો છે.આ સાથે તેમણે યાત્રા છૂટ નું સમર્થન મળે તેવો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ તેનું સમર્થન કર્યું. આ અગાઉ તથા સેક્રેટરી જનરલ પણ આ મુદ્દે પોતાનું સમર્થન આપી ચુક્યા છે.

આ તમામનું માનવું છે કે ગ્લોબલ વેક્સિનેશન પ્લાન માટે આ ટ્રીપ્સ વાઈવર ખૂબ જ જરૂરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ ઉ્‌ર્ંને આ અંગે દરખાસ્ત મોકલી હતી. ટ્રીપ્સ વાઈવર હેઠળ ભારતની માંગ ઉ્‌ર્ંને મહામારીનો સામનો કરવા માટે કારોબાર સંબંધિત કેટલાક ખાસ અધિકારો (ટ્રેડ રિલેટેડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્‌સ) અંગે હંગામી રીતે પ્રતિબંધ મુકવો જાેઈએ.

જાે એવું થાય કે વિશ્વના તમામ દેશોના વેક્સિન તથા મેડિકલ સપોર્ટ મળવામાં સરળતા રહેશે, જાેકે અનેક દેશ ફરી કોઈ હેલ્થ ઈમર્જન્સી પ્રોડક્ટ પર એકાધિકાર દર્શાવી શકાય તેમ નથી. વડાપ્રધાને આજે બે સત્રમાં હિસ્સો લીધો. ક્લાઈમેન્ટ ચેન્જના મુદ્દા પર તેમણે કહ્યું કે આ ચેલેન્જનો સાથે મળી સામનો કરવો પડશે. અમે તેને હિસ્સામાં વહેચવાનું કામ કરી શકતા નથી. ભારત ય્-૨૦નો એકમાત્ર એવો દેશ છે જે પેરિસ ક્લાઈમેન્ટ સમિટથી જાેડાયેલ પોતાના તમામ વચનો પૂરા કરે છે.

ભારત જી-૭નો પ્રાકૃતિક સહયોગી છે. આપણે સાથે મળી વિસ્તારવાદ અને સાયબર સિક્યોરિટી અંગે પણ કામ કરવું પડશે. અમે લોકતંત્ર અને સ્વતંત્રતાનું સમર્થન કરે છે. મોદીએ કહ્યું હતું કે આ મીટિંગમાં ભારતને સામેલ કરવાનો તાત્પર્ય એ છે કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન આખી દુનિયા જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે,

એનાથી બહાર આવવા માટે ભારતની સહાયતા અત્યંત આવશ્યક છે. ભારતની ભાગીદારી વિના આનો સામનો કરવો મુશ્કેલ છે. અમે હેલ્થ ગવર્નેંસ, વેક્સિનની ઉપલબ્ધતા અને ક્લાઇમેટ એક્શન મુદ્દે પણ જી-૭ સાથે કામ કરવા ઇચ્છિએ છીએ. મોદીએ ભારતમાં ટેક્નોલોજીના ઉપયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કેવી રીતે અહીંયા આધાર, ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ અને જનધન આધારને મોબાઇલથી કનેક્ટ કરાયું. આની પહેલા મોદીએ શનિવારે જી-૭ સમિટને સંબોધિત કર્યું હતું.

તેઓએ કહ્યું હતું કે ભવિષ્યમાં મહામારિઓને રોકવા માટે લોકતાંત્રિક અને પારદર્શીની જવાબદારી મુદ્દે ભાર અપવું જાેઇએ. જર્મનીની કુલપતિ એન્જેલા મર્કેલે પણ એમની વાતનું સમર્થન કર્યું હતું. આ સેશનનું નામ બિલ્ડિંગ બેક સ્ટ્રોન્ગર- હેલ્થ રાખવામાં આવ્યું હતું. આ સેશન કોરોના થી ગ્લોબલ રિકવરી અને ભવિષ્યની મહામારિઓ વિરૂદ્ધ છપ્પનની છાતીએ સામનો કરવાના ઉપાયો અંગે હતું.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોનાની તાજેતરની લહેર દરમિયાન જી-૭ અને અન્ય અતિથિ દેશો દ્વારા પ્રાપ્ત સમર્થનની પ્રશંસા કરી હતી. તેઓએ મહામારી સામે લડત આપવા માટે ભારતીય સમાજના દ્રષ્ટિકોણ અંગે પણ જાણ કરી હતી. કહ્યું કે આ દરમિયાન સરકાર, ઉદ્યોગ અને સિવિલ સોસાયટીએ અંગત સ્તર પર ભાગીદારી દાખવીને કોશિશો કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.