Western Times News

Gujarati News

સાઉદી સરકારની જાહેરાત -હજ માટે વેક્સિન અનિવાર્ય

નવીદિલ્હી, સાઉદી અરેબિયાએ કહ્યું છે કે કોરોના મહામારીના લીધે આ વર્ષે ૬૦ હજાર લોકોને હજ યાત્રા પર મંજૂરી આપવામાં આવશે અને તમામ દેશની અંદરથી હશે. આ સાથે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે જેમણે રસી લીધી હોય તેમને જ મંજૂરી આપવામાં આવશે. સાઉદીએ શનિવારે આ જાહેરાત કરી હતી.

હજ અને ઉમરાહ મંત્રાલયે આ ર્નિણય લીધો છે. ગયા વર્ષે સાઉદી અરેબિયામાં પહેલેથી જ રહેતા ૧ હજાર લોકોને જ હજ જવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આમાંના બે તૃતીયાંશ વિદેશી રહેવાસી હતા. સાઉદી સુરક્ષા કર્મીઓ અને તબીબી કર્મચારીઓ હતા.જુલાઇના મધ્યમાં હજ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે હજ કરનાર તમામ લોકોએ રસી લીધેલી હશે તેને જ મંજૂરી આપવામાં આવશે.કોરોના મહામારીની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ હતી તેને ધ્યાનમાં લઇને સાઉદી સરકારે આ જાહેરાત કરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇને આ ર્નિણય લેવામાં આવ્યો છે.હજએ મુસ્લિમો માટે પવિત્ર યાત્રા ગણવામાં આવે છે.

આ વખતે સરકારે ગાઇડલાઇન મુજબ જ અનુસરવું પડશે.રસી કરણ લેવી ફરજિયાત છે તેના આધારે જ હજ માટે મંજૂરી આપવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.