Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP વચ્ચે કાૅંગ્રેસ એકલું પડી ગયું

મુંબઇ, એવું લાગી રહ્યું છે કે મહાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટી અને શિવસેનાની વચ્ચે સતત મનમેળ વધી રહ્યો છે, જ્યારે કાૅંગ્રેસ આ ગઠબંધનમાં ખૂદને એકલું-અટલું અનુભવી રહ્યું છે. આનું તાજું ઉદાહરણ છે.

કાૅંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું એ નિવેદન જેમાં તેમણે આવનારી તમામ ચૂંટણીઓ એકલા લડવાની વાત કહી છે. પટોલેએ કહ્યું છે કે કાૅંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઇને વિધાનસભા ચૂંટણી સુધી અત્યારે એકલું લડશે.
અમરાવતીના તિવાસામાં શનિવારના કાૅંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે પૂછ્યું કે, ‘શું તમે નાના પટોલેને ૨૦૨૪માં સીએમ બનાવવા નથી ઇચ્છતા?’

તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૪માં કાૅંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, ભલે કોઈ લાખવાર પ્રયત્ન કરી લે, પરંતુ તે કાૅંગ્રેસને સાઇડલાઇન નહીં કરી શકે. નાના પટોલેએ સાથે જ કહ્યું કે, ‘હું કાૅંગ્રેસનો રાજ્ય પ્રમુખ છું, આ કારણે હું મારી પાર્ટીની વાત જણાવીશ. મને નથી ખબર કે તેમણે (શરદ પવાર) શું કહ્યું? પરંતુ કાૅંગ્રેસે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે તમામ સ્થાનિક ક્ષેત્રોમાં એકલા લડીશું. આમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી બંને છે. શું તમે નાના પટોલેને સીએમ બનતા જાેવા નથી ઇચ્છતા?’.

ઉલ્લેખનીય છે કે શરદ પવારે બે દિવસ પહેલા શિવસેનાની પ્રશંસા કરી હતી. આ મુદ્દા પર પટોલે ઘણા જ નારાજ જાેવા મળ્યા. તેમણે કહ્યું કે, ‘કાૅંગ્રેસ એક અસલી પાર્ટી છે. આ મુદ્દે અમને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. જાે અમને કોઈ સાઈડલાઈન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો એ તેવું નહીં કરી શકે.

કાૅંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીમાં ટૉપ પર રહેશે.’ પટોલેએ આ દરમિયાન કોરોનાના મુદ્દા પર કેન્દ્ર સરકારને પણ ઘેરવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કાૅંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પોતાના સહયોગી દળ શિવસેનાની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, તેના પર ભરોસો કરી શકાય છે.

પવારે કહ્યું કે, ‘શિવસેના એવું દળ છે જેના પર ભરોસો કરી શકાય છે. બાલાસાહેબ ઠાકરેએ ઇન્દિરા પ્રત્યે પોતાના વચનનું સન્માન કર્યું હતુ. સરકાર પોતાનો કાર્યાકાળ પૂર્ણ કરશે અને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.