Western Times News

Gujarati News

યુએસમાં H1B વિઝા મળવાના નિયમોમાં આ ફેરફાર પગાર ધોરણ સુધારવામાં મદદ કરશે

canada visa task force

USમાં જાેબ વિઝા નિયમોમાં મોટો ફેરફાર થવાની શક્યતા

વોશિંગ્ટન, અમેરિકા જવા અને ત્યાં કામ કરવાના સપનાને પૂરા કરવા માટે દુનિયાભરના લોકો સખત પ્રયાસ કરે છે. યુએસમાં કામ કરવા માટે એચ૧બી વિઝા મેળવવા લોકો માટે કોઈ લોટરીથી ઓછી નથી. યુએસના નવા રાષ્ટ્રપતિ જાે બાઈડન વહીવટ એચ૧બી વિઝા પ્રોગ્રામ માટે નવી પહેલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ તાજેતરમાં એક એજન્ડા બહાર પાડ્યો. આ એજન્ડા મુજબ એચ૧બી વિઝા મેળવવા માટે રિલેશનશીપ સંબંધિત નિર્દેશો બદલવા જાેઈએ. યુએસ વિઝા મેળવવા માટેની સૂચનાઓમાં પરિવર્તન લાવવાનો એક હેતુ એ છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશની જરૂરિયાતો અનુસાર નવા વિઝા નિયમો બનાવવામાં આવે. આ સાથે તેનો એક ઉદ્દેશ્ય પણ છે કે જ્યાં પણ એમ્પ્લોયર તેના કાર્યકરને એચ૧બી વિઝા મેળવવા માટે પહેલ કરે છે,

જાે તેમાં કોઈ ફ્રોડ થાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે  રિલેશનશીપમાં શું બદલી શકાય છે. જાેકે નિષ્ણાંતોનું કહેવું છે કે આ સંદર્ભે જારી કરાયેલા ડ્રાફ્ટ દરખાસ્ત ડિસેમ્બર સુધીમાં બહાર આવે તેવી સંભાવના છે અને તે પછી જ બાબતો સ્પષ્ટ થશે.

આ સંદર્ભે નવો કાયદો બનાવવા માટે સમગ્ર પ્રક્રિયાને અનુસરવાની રહેશે, જેમાં તમામ હોદ્દેદારોની સૂચનો અને સલાહનો અમલ કરવામાં આવશે. તો જ આ નિયમને અંતિમ સ્વરૂપ આપી શકાય છે. હકીકતમાં જાે કોઈ કંપની વ્યવસાયિક જરૂરિયાતો અનુસાર તેના કર્મચારી માટે એચ૧બી વિઝા મેળવવા માંગે છે,

તો પછી આ ફેરફારની તેના પર કોઈ ખાસ અસર પડે તેવી આશંકા નથી. યુએસમાં લોકોને એચ૧બી વિઝા મળવાના નિયમોમાં આ ફેરફાર પગાર સુધારવામાં પણ મદદ કરશે. ગ્રીનકાર્ડ ધારકો અને એચ૧બી વિઝા ધારકો વચ્ચે વેતનનું અંતર ઓછું કરવા પહેલ કરી શકાય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે અગાઉ કહ્યું છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં વિદેશી કામદારોનું શોષણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.