Western Times News

Gujarati News

નરોડાની મહિલા ટ્રાવેલ્સ સંચાલકે શ્રદ્ધાળુઓ સાથે કરેલી છેતરપીંડી

અમદાવાદ, : શહેરમાં ઠગ ટોળકીઓનો ત્રાસ વધ્યો છે શહેરજનોને વિવિધ લાલચો આપીને રચીને રૂપિયા પડાવવાનું વ્યવસ્થિત  તો લેભાગુ તત્વો ચલાવતાં હોય છે આ સ્થિતિમાં નરોડામા ટ્રાવેલ કંપનીની મહીલાએ ચાર ધામ યાત્રા કરાવવાનું કરી લાખો રૂપિયિા ઉસેડ્યા વગર નાગરીકોને હરીદ્વાર લઈ ગયા બાદ હાથ અધ્ધર કરી દીધા હતા આ ઠગ મહીલા ત્યાથી ફરાર થઈ ગઈ હતી.

રેખા જયંતીભાઈ દેસાઈ નામની આ મહીલા મારુતિ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં નરોડા
ખાતે ૪૦૫ નંબરની ઓફીસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રવૃત્તિ કરતી હતી

રેખા જયંતીભાઈ દેસાઈ નામની આ મહીલા મારુતિ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં નરોડા ખાતે ૪૦૫ નંબરની ઓફીસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રવૃત્તિ કરતી હતી ચાર ધામ જાત્રા કરાવવાનું કહી કેટલાક દિવસો અગાઉ અઠ્ઠાવીસ જેટલા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા બાદમાં તમામ મુસાફરોને હરીદ્વાર ખાતે લઈ ગઈ હતી અને ગ્લલા તલ્લા શરૂ કર્યા હતા ઉપરાંત હવે આગળ જવા માટે પાસે રૂપિયા નથી તમારે આપવા પડશે તેમ કહેતા તમામ યાત્રીઓ ચોકી ઉઠ્યા હતા.

આ અંગે રેખાએ તમામ યાત્રીઓ સાથે તકરાર કરી હતી બાદમાં લોકોને હરીદ્વારમાં જ રહેવા દઈને ત્યાથી છટકી ગઈ હતી જાઈ સુધી રેખા કે સ્ટાફના અન્ય ઈ ન દેખાતા લોકોએ આ અંગે તપાસ ચલાવતા પોતે ઠગાયા હોવાની તેમને જાણ થઈ હતી. બાદમા તપાસ મુસાફરો પોતાના ખર્ચે હરીદ્વારથી પર અમદાવાદ આવ્યા હતા અને ક્રિષ્ણાનગર પોલીસ મથખમાં રેખા દેસાઈ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી હતી પોલીસે ઠગ ટોળકીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાથી શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીમા મુકાયા હતા અને તેવો પોતાના પૈસે પરત આવી સૌપ્રથમ ટ્રાવેલ્સની ઓફિસ પોહોચ્યા હતા ત્યાર બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવા માટે સામૂહિક રીતે નરોડા પોલીસ સ્ટેશન પહોચી ફરીયાદ નોધાવી હતી. પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાથી જ ચોકી ઉઠ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.