Western Times News

Gujarati News

સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છો?

તો આ એનજીઓની મદદ લઇ શકો છો

સાયબર ક્રાઇમને પગલે વર્તમાન સમયમાં મોટાભાગના નાગરિકો પોતાને અસલામત અનુભવી રહ્યા છે. કમ્પ્યુટ તથા મોબાઈલ ફોન લઈને બેઠેલા ગઠિયા મોટી કંપનીના અધિકારી બનીને લોકોને વાતોમાં પરોવીને તેમની પાસેથી ગુપ્ત અથવા તો સંવેદનશીલ માહિતી કઢાવી લે છે. બાદમાં એ માહિતીનો ઉપયોગ કરીને તેમના બેન્ક ખાતા સફાચટ કરી લે છે.

છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ત્યારબાદ શું કરવું એ ખબર પડતી નથી અને સીધા પોલીસ સ્ટેશન તરફ દોડે છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે શહેરના કેટલાક પ્રોફેશનલ્સએ ભેગા મળીને સાયબર એનજીઓ નામની સંસ્થા બનાવી છે. જેમાં સાયબર એક્સપર્ટ, સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ, ક્રાઇમબ્રાન્ચ, આઈટી ફિલ્ડ, વકીલાત જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે.

આ તમામ લોકો મોટી કંપનીઓ સાથે જાેડાયેલા છે અને સાયબર એનજીઓમાં પોતાની સેવા પણ આપી રહ્યા છે.
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો આ સંસ્થાનો વેબસાઈટ દ્વારા સંપર્ક કરી શકે છે. કેસની તમામ વિગતો તપાસ્યા બાદ તેને કઈ જગ્યાએ કેસ કરવો? કેવી રીતે લીગલ પ્રોસેસ કરવી? ક્યા દસ્તાવેજાે લઇ જવા કેવી તૈયારી રાખવી તેનું માર્ગદર્શન આપે છે. જેના કારણે ભોગ બનનારનું કામ સરળ થઇ જાય છે. ઉપરાંત નિયમિત રીતે તે સાયબર ક્રાઇમને લગતી માહિતી વેબસાઈટ પર આપે છે.

વેબસાઈટ શરુ કરવાની વાત પણ રસપ્રદ છે. ફાઉન્ડર ભૌમીક્ભાઈના પિતા શાળામાં શિક્ષક હતા. જે બાળકો પ્રત્યે ઘણું વાત્સલ્ય ધરાવતા હતા અને મદદ પણ કરતા. જેને લીધે તેમને ઘણા બાળકો સાથે વર્ષો સુધી સંબંધો રહેતા. એક દિવસ તેમના પિતાએ તેમની એક જૂની સ્ટુડન્સ્ટને રસ્તા પર રડતા જાેઈ તેનું કારણ પૂછ્યું.

એ સ્ટુડન્ટની કોરોનાને કારણે નોકરી જતી રહી હતી અને કોઈએ એને નોકરીનો ઇમેઇલ કર્યા બાદ ઓનલાઇન ફ્રોડ કર્યું હતું. એની વાત સાંભળ્યા બાદ ભૌમીક્ભાઈને એમના પિતાએ સામાન્ય લોકોને મદદ મળી રહે એવું કઈ કરવાનું કહેતા તેમણે મિત્ર દિલીપ ઠાકોરને વાત કરી અને બાદમાં “સાયબર એનજીઓ” નો જન્મ થયો.

આ સાયબર એનજીઓને શરુ થયા ને હજુ થોડો જ સમય થયો છે અને હાલ સુધીમાં તેમણે ૬૮૧ જેટલા કેસ સોલ્વ કરવામાં મદદ કરી છે. આ તમામ કેસ પુરા ભારતમાંથી આવ્યા છે. ઉપરાંત એક કેસ અફઘાનિસ્તાનમાંથી પણ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.