Western Times News

Gujarati News

પ્રોટીન શેકનો આડેધડ ઉપયોગ ન કરો

અત્યારે બોડીબિલ્ડિંગનો જમાનો છે. ફિટનેસ-ફ્રીક લોકો માટે જિમ અને વર્કઆઉટ કરનારા લોકોમાં પ્રોટીનનું ચલણ પણ ખૂબ વધી રહ્યુ છે. શુ પ્રોટીન સપ્લિમેન્ટ્‌સ ફાયદાકારક છે ? શુ એ લેવું જરૂરી છે ?આવો જાેઇએ એના વિશેની પ્રાથમિક બાબતો.

પ્રોટીન સપ્લિમેન્ટ્‌સ શુ છે ? ઃ એક્સરસાઇઝ દરમિયાન સ્નાયુઓ તુટે છે. ખાસ કરીને વેઇટ-ટ્રેનિંગ દરમ્યાન. એટલે જ કસરત પછી બોડીને વધુ પ્રોટીનની જરૂર પડે છે, જેથી સ્નાયુઓ વધુ મજબૂત થાય. પ્રોટીન સપ્લિમેન્ટ્‌સ એવા પ્રકારનો પ્રોટીન પાઉડર હોય છે જેમાંથી સ્નાયુઓને સ્ટ્રોન્ગ બનાવવા માટેનું ઇન્સ્ટન્ટ પ્રોટીન મળી રહે છે.

ફિટનેસ એક્સપર્ટ – કમ- ડાયેટિશ્યન ડોક્ટર કહે છે, જિમમાં વર્કઆઉટ કરતી દરેક વ્યક્તિ પ્રોટીન શેક લેવા જરૂરી નથી. આપણા ભારતીયોની બોડી ખૂબ બધુ પ્રોટીન પચાવવા સક્ષમ નથી હોતી. તમે વર્કઆઉટ ચાલુ કરો તો તમારા ડાયેટિશ્યનને કન્સલ્ટ કરીને પછી જ પ્રોટીન શેક લો. બે-ત્રણ પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ્‌સ આવે છે. તમારા માટે કયું અનુકુળ રહેશે એ ડાયેટિશ્યન જ નક્કી કરી શકશે.

કોણે અને ક્યારે લેવું ?ઃ જિમમાં જતી દરેક વ્યક્તિ હવે તો ફેશન માટે પ્રોટીન શેક લેવા માંડે છે એની પાછલનું કારણ એ છે કે પુરુષોને ઝટપટ બોડીબિલ્ડિંગ કરી નાખવાનો અને સ્ત્રીઓને લીન લુક મેળવવાનો અભરખો હોય છે. ડાયેટિશ્યન ડોક્ટર કહે છે, તમે જ્યારે વેઇટ-ટ્રેઇનિંગ કરો ત્યારે જ પ્રોટીન સપ્લિમેન્ટ્‌સની જરૂર પડે છે.

જે દિવસે માત્ર કાર્ડિયો – એક્સરસાઇઝ કરો ત્યારે બોડીને વધારાના પ્રોટીનની જરૂર નથી પડતી, કેમ કે કાર્ડિયો-એક્સરસાઇઝ દરમિયાન સ્નાયુઓ તૂટતા નથી. એટલું જ નહીં, જાે તમે વેઇટ ટ્રેઇનિંગની શરૂઆત જ કરી હોય અને ૬૦ કિલો જેટલું જ વજન પાડતા હોતો નોર્મલ ફૂડમાંથી પણ તમે વધુ પ્રોટીન મેળવી શકો છો.

જાે તમે હીરોની જેમ સિક્સ પેક એબ્સ બનાવવા ઇચ્છતા હો તો વધુ માત્રામાં વેઇટ ટ્રેનિંગ અને વધુ માત્રામાં પ્રોટીન લઇ શકો છો. બાકી હેલ્થી બોડી રાખવા માટેની રૂટીન એક્સરસાઇઝ કરતા હો તો પ્રોટીન સપ્લિમેન્ટ્‌સની જરૂર નથી.

કેટલું લેવું ? ઃપ્રોટીન શેક એક્સરસાઇઝ પહેલા લેવો કે પછી ? તો એનો જવાબ છે, પછી. જે દિવસે તમે વેઇટ – ટ્રેઇનિંગ શરૂ કરો એ પછી તરત જ ૪૦ ગ્રામ જેટલો પ્રોટીન પાઉડર લેવાની જરૂર નથી. પહેલા તમે માત્ર ૧૫-૨૦ ગ્રામ પ્રોટીન પાઉડરથી જ શરૂઆત કરો.

પ્રોટીન શેક વધુ લેવાથી નુકસાન ઃ લોકો માને છે કે વધુ પ્રોટીન શેક લેવાથી ફટાફટ મસલ્સ બનવા લાગે છે અને બોડી સ્ટ્રોન્ગ થઇ જાય છે, પણ એ ભ્રામક માન્યતા છે. ડોક્ટર કહે છે, જ્યારે વધુ માત્રામાં પ્રોટીન લેવામાં આવે તો એ બોડીમાં સંઘરાઇ રહે છે. શરીરમાં કોઇપણ ચીજ જ માત્ર અને માત્ર ફેટરૂપે જ સંગ્રહાય છે. વધુ પ્રોટીન લેવાથી ફેટ જ વધે છે એને કારણે બોડીને હાનિકારક કોલેસ્ટ્રોલ જ વધે છે.

એવી માન્યતા છે કે પ્રોટીન સપ્લિમેન્ટ્‌સથી ઇન્સ્ટન્ટ પ્રોટીન શરીરને મળે છે, પરંતુ એવુંનથી હોતું. પ્રોટીન શોકમાનું પ્રોટીન સરળતાથી પચી જાય એ માટે ડોક્ટર કહે છે, માત્ર પ્રોટીન શેક જ નહીં, સાથે મલ્ટિવિટામીન્સ પણ લેવા જરૂરી છે. પ્રોટીન શરીરમાં પ્રોપર્લી એબ્સોર્સ થાય એ માટે વિટામીન સી, વિટામીન બી કોમ્પ્લેક્સ પણ લેવા જાેઇએ. એમીનો એસિડસનું પાચન થઇને એ લોહીમાં ભળે એ માટે વધુ મલ્ટિવિટામીન્સની જરૂર પડે છે.

વિકલ્પ નોર્મલ ફૂડ ઃ જાે તમે વેઇટ લોસ માટે તેમ જ જનરલ હેલ્થ માટે વેઇટ – ટ્રેઇનિંગ કરતા હો તો ડાયેટિશ્યનને મળીને વધુ પ્રોટીન મળે એવો ડાયટ પ્લાન તૈયાર કરાવી શકો છો. એ માટે એક્સ્ટ્રા પ્રોટીન લેવાની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.