Western Times News

Latest News from Gujarat India

૯થી ૧૩ જુલાઈ સુધી સંઘના પ્રાંતીય પ્રચારકોની બેઠક યોજાશે;મોહન ભાગવત પણ સામેલ થશે

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટોચનું નેતૃત્વ પહેલેથી જ સક્રિય થઈ ગયું છે. સંઘના નંબર બે અધિકારી સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે ૧ જૂને ચાર દિવસની લખનઉની મુલાકાતથી પરત ફર્યા છે. તેમના પરત આવ્યા બાદ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. એમાં યુપી સાથે જાેડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે યુપીમાં સુસ્ત થયેલા કાર્યકર્તાઓને કામે લગાડવા માટે સક્રિયતા વધારવામાં આવશે. એને ધ્યાનમાં રાખતાં હવે આરએસએસના પ્રાંત પ્રચારકની બેઠક ચિત્રકૂટમાં ૯ જુલાઈથી ૧૩ જુલાઇ સુધી મળશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, ડો.કૃષ્ણ ગોપાલ, અરુણ કુમાર, ડો. મનમોહન વૈદ્ય, ભૈયાજી જાેશી સહિતના તમામ ભારતના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત દેશભરના વરિષ્ઠ પ્રચારકો વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની સાથે કોરોનાની સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

કોરોનાના બીજી લહેરને કારણે ઉત્તરપ્રદેશમાં અસંતોષ અને પંચાયતની ચૂંટણીનાં પરિણામોએ ભાજપની ચિંતા વધારી  દીધી છે. આવતા વર્ષે શરૂઆતમાં યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આને કારણે વિરોધપક્ષો, ખાસ કરીને સપા અને કોંગ્રેસે સંક્રમણમાં ગેરવહીવટનો આક્ષેપ કરતાં યોગી સરકાર સામે મોરચો ખોલ્યો છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના ટોચના નેતૃત્વને કારણે, સંભવિત નુકસાન વિશે અલર્ટ થઈ ગયું છે અને સમયસર માહોલને સુધારવામાં વ્યસ્ત બન્યું છે.

આરએસએસના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે એક જૂને લખનઉની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ચાર દિવસ સુધી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન જાેકે યોગી મંત્રીમંડળમાં સંભવિત વિસ્તરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ એક વાત પર સંમત થયા હતા કે કોઈને દૂર કરવાને બદલે પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના રાજકીય સમીકરણને હલ કરવા નવા ચહેરા જાતિનાં સમીકરણો અનુસાર રાખવાં જાેઈએ, જેથી એનો લાભ ચૂંટણીમાં મળી શકે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers