Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોએ ૧૭૨ આતંકીઓને ઠાર કર્યા

નવીદિલ્હી: અફઘાનિસ્તાનના સુરક્ષા દળો હવે એક આફત બનીને જાણે તાલિબાન આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન, તાલિબાન આતંકવાદીઓ સામે અફઘાન રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા ની સીરિયલ કાર્યવાહીમાં ૧૭૨ આતંકવાદીઓ ને ઢેર કર્યા છે.

અફઘાન સૈન્યના જણાવ્યા અનુસાર, નારંગાર, કંદહાર, ફરિઆબ, નિમરુઝ, બદખશન અને તખાર પ્રાંતમાં એએનડીએસએફ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીમાં ૧૭૨ તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા. મૃતક આતંકવાદીઓમાં તાલિબાન જૂથનો એક કમાન્ડર કૈરી રહેમતુલ્લાહ પણ હતો.

ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા અને ઘણા શક્તિશાળી વિસ્ફોટકો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે યુએસ મધ્યસ્થી શાંતિ પ્રક્રિયા સપ્ટેમ્બર -૨૦૨૦ માં શરૂ થઈ હતી, પરંતુ પરિણામ એક જ આવ્યું છે. તે જ સમયે, છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે.

થોડા અઠવાડિયા અગાઉ પણ અફઘાનિસ્તાનમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ખમા પ્રેસના જણાવ્યા અનુસાર, મંત્રાલયે કહ્યું કે અફઘાન લશ્કરી દળો અને તાલિબાન વચ્ચે થયેલી અથડામણમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આટલું જ નહીં, જુદા જુદા સ્થળોએ ઓપરેશન દરમિયાન ૫૦ આતંકવાદીઓને ઈજાઓ પહોંચી હતી, ઘણા શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાક પ્રમાણમાં દારૂગોળો નાશ પામ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં હિંસા અને તાલિબાનના બળવાખોરોમાં ધરખમ વધારો થયો છે. જાેકે તાલિબાન દ્વારા હજી સુધી સત્તાવાર રીતે દાવાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેણે દેશભરમાં અનેક સ્થળોએ સુરક્ષા પોસ્ટ્‌સ અને કાફલો પર ઘાત લગાવીને હુમલો શરૂ કરી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.