Western Times News

Gujarati News

અરવલ્લીમાં  ૪૫ થી ૫૯ વર્ષના ૧૦૭૨૭૩ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૦ જેટલા સ્ટાફની ફાળવણી કરાઈ  

સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાઓ પર રસીકરણનું મહાઅભિયાન યોજાયુ હતું. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસા,ભીલોડા,બાયડ,મેઘરજ,માલપુર તથા ધનસુરાના જુદા-જુદા સેન્ટરો પર  ૧૮ થી ૪૪, ૪૫ થી ૫૯ તથ ૬૦ ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું મહાઅભિયાનનું ઝુંબેશ હાથ ધરાયું છે.

જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં  ૪૫  થી ૫૯ વર્ષના લોકોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના જુદા-જુદા સેન્ટરો પર લોકોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના ૧૭૪૧૬૮  લોકોમાંથી  અત્યાર સુધીમાં ૧૦૭૨૭૩ લોકોને  રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

અરવલ્લીમાં  બીજી તરફ ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓનું રસીકરણ થઇ રહ્યું છે, જેમાં જીલ્લાના ૫૧૧૬૬૫ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૩૪૨૩૫ યુવાનોને રસી અપાઈ છે. જ્યારે ૬૦ વર્ષ ઉપરના ૧૦૮૦૫૦ વૃદ્ધાઓમાંથી ૯૪૨૫૮ વૃદ્ધાઓને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

અત્યાર સુધીમાં HCW,FLW, ૧૮ થી ૪૪, ૪૫ થી ૫૯ તથા ૬૦ વર્ષ ઉપરના ૨૫૬૫૫૧ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે HCW,FLW, ૪૫ થી ૫૯ તથા ૬૦ વર્ષ ઉપરના ૧૨૩૪૭૪ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.         આ રસીકરણના મહાઅભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૦ જેટલા સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.