Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં વન મહોત્સવ- ૨૦૧૯ અંતર્ગત : ગોધરાના પોલિસ હેડક્વાટર્સ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગોધરા, રાજ્ય કક્ષાના વનમહોત્સવ- ૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ગોધરાના પોલિસ હેડક્વાટર્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે આ પ્રસંગે ઉપસ્થિતજનોને સંબોધતા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિગથી બચવા માટે પૃથ્વીનું ગ્રીન કવર વધારવું એ જ હાથવગો ઉપાય છે અને તેથી આપણે સૌએ બને તેટલા વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. પ્લાસ્ટિકની સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર થતી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની ખરાબ અસરો સમજાવતા જણાવ્યું હતું કે પર્યાવરણને હાનિકારક એવા આ પદાર્થનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવો જ માનવના હિતમાં છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હેડક્વાટર્સના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પોલિસ જવાનો તેમજ પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા સ્વંયસેવી સંસ્થાઓના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ પૃથ્વીને બચાવવા વૃક્ષોનું જતન અને રક્ષા કરવાનાતેમજપ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાના શપથ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.