Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા વડીલો માટે 2nd Inning – ગમતાનો કરીએ ગુલાલ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર,  રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા આયોજિત 2nd Inning – ગમતાનો કરીએ ગુલાલ કાર્યક્રમ રંગારંગ યોજાયો જેમાં અંદાજે ૧૨૦૦ જેટલા વડીલોએ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૩૦ સુધી મનભરીને માણ્યો. કાર્યક્રમમાં બી. એન. દસ્તુર, દીપક તેરૈયા, મુસાફિર પાલનપુરી, શાહબુદ્દીન રાઠોડ સાહેબે પોતાની આગવી શેલીથી આનંદ કરાવ્યો હતો અને સાથે કિરીટકુમાર અગ્રાવત તથા તેમની ટીમ દ્વારા અઢળક યાદગાર ગીતોની પ્રસ્તુતિ કરી હતી.

શહેરના જાણીતા નાટ્યકાર કુંતલભાઈ નિમાવત અને તેમની ટીમે નાટકનું મંચન કર્યું. રોટે.ડૉ.ગુંજન જેન દ્વારા પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું જેમાં શહેરના અન્સંગ હીરો કે જેઓ માનવ કલ્યાણ માટે ઉત્કૃષ્ટ સેવા એવા ડૉ.સોમભાઈ પટેલ, ડૉ. પ્રવીણભાઈ બોગાની, પ્રવીણભાઈ જોશી અને ડાહ્યાભાઈ પટેલ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં સીનીયર સીટીઝનનો  અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીનીયર રોટે. જસવંત ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી રોટે. અનંત પટેલ, પ્રોજેક્ટ ચેરમન રોટે. અએચ.એમ. પટેલ, સેક્રેટરી ડૉ.રોટે. ધર્મેન્દ્ર પટેલ, રોટરી સભ્યો અને રોટરેક્ટનાં યુવાનોએ જેહમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.