Western Times News

Gujarati News

રાજપાલ યાદવે કરિયરના ૨૨ વર્ષ પછી પોતાનું નામ બદલ્યું

મુંબઈ: બોલિવુડના પ્રતિભાશાળી એક્ટર્સમાંથી એક રાજપાલ યાદવે કરિયરના ૨૨ વર્ષ પછી પોતાનું નામ બદલવાનો ર્નિણય લીધો છે. રાજપાલ યાદવે પોતાના નામને બદલવા પાછળ કેટલાક કારણો જણાવ્યા છે. રાજપાલે વર્ષ ૧૯૯૯માં દિલ ક્યા કરેથી બોલિવુડમાં પોતાની કરિયર શરૂ કરી હતી. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અને નવા નામમાં પોતાના પિતાનું નામ પણ સામેલ કર્યું છે. રાજપાલ યાદવ હવે રાજપાલ નૌરંગ યાદવના નામથી ઓળખાશે. ૫૦ વર્ષની ઉંમરે પોતાનું નામ બદલવાની જરૂર કેમ પડી?

એ સવાલના જવાબમાં રાજપાલે કહ્યું કે, તેનું કોઈ ખાસ કારણ નથી. મારા પિતાનું નામ હંમેશાથી મારા પાસપોર્ટમાં રહ્યું છે. બસ એટલે. હવે તે સ્ક્રીન પર પણ નજર આવશે. અપૂર્વા વ્યાસે એક ફિલ્મ અને એક વેબ સીરિઝ ઓફર કરી અને મને લાગ્યું કે, કોવિડ પહેલા હું માત્ર રાજપાલ યાદવ હતો હવે આખી દુનિયા એક નાના ગામમાં ફેરવાઈ ગઈ છે, તો હું પણ મારા આખા નામનો ઉપયોગ કરી લઉં. તેણે જણાવ્યું કે, તેની આ વાતો આવનારી ફિલ્મ ફાધર ઓન સેલ સાથે મળતી આવે છે, જેમાં તે પોતે જાેવા મળશે.

તેણે એમ પણ કહ્યું કે, કોઈએ મારા પિતાનું નામ એટલી વખત નહીં લીધું હોય, જેટલું છેલ્લા કેટલાક દિવસોમાં લેવાયું છે. રાજપાલ યાદવે બોલિવુડમાં પોતાના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. હાલના દિવસોમાં વેબ સીરિઝનો સમય ચાલી રહ્યો છે. પરંતુ, એક્ટરે પોતાને તેનાથી દૂર રાખ્યો હતો. રાજપાલે જણાવ્યું કે, જ્યારે તમને દુનિયાભરની ઓડિયન્સ તરફથી પ્રશંસા મળે છે

તો એવામાં પોતાના ટેસ્ટને બદલવાનું ઘણું મુશ્કેલ હોય છે અને મારી સાથે આવું ત્યારથી થઈ રહ્યું છે, જ્યારથી મેં ઈલોક્યૂશ કોમ્પિટિશન, નાટક અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમાં કોઈ એવો પ્રતિબંધ નથી હોતો કે આ બાળકો માટે છે કે પછી મોટા માટે. સાચું કહું તો કોઈપણ સ્થિતિમાં હું મારા મોંએથી ગંદી ગાળો બોલવામાં કન્ફર્ટેબલ નથી.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.