Western Times News

Gujarati News

૩ ટેમ્પો એકબીજા સાથે ટકરાતાં આગ લાગી, બે ચાલકનાં મોત

વલસાડ : વલસાડ જિલ્લાનાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ગોઝારી ઘટના બની હતી. જેમાં ૨ લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. મોડી રાત્રે નેશનલ હાઈવે પર પારડી નજીક ૩ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે ટક્કર થતાં ૨ વાહનોમાં થોડીજ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને જાેતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જાેકે આગ લાગતાં ટેમ્પોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એકનું ટેમ્પોમાં જ સળગી જતા કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે ચાલકોને લોકોએ જીવના જાેખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ આ ઘટનામાં ૨ ના કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

જાેકે અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગતાં કલાકો સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. એક વાહનમાં કેમિકલ પાવડર અને એકમાં પ્લાસ્ટિકના સામાન જેવો સામાન ભર્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને વાહનો ભડકે બળતાં હોવાથી આગની જ્વાળાઓ દુર દુર સુધી દેખાતી હતી.

ઘટનાની ગંભીરતા જાેતા થોડા સમય સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને બંધ કરાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પારડી નજીક હાઇવે પર વાપી વલસાડ તરફ એક ટેમ્પો રોંગ સાઇડ આવી જતા અકસ્માત સર્જાયો હતો. બે ટેમ્પા સામ સામે ધડાકા સાથે ટકરાયા હતાં. જ્યારે અન્ય એક પાછળથી ટકરાયો હતો. આમ ત્રણેય વાહનો એકબીજાને ધડાકા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટેમ્પામાં કેમિકલ અને પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન ભર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી.

આમ પારડી, અતુલ અને વલસાડ એમ ત્રણ જગ્યાએથી ફાયર બ્રિગેડની ૩ ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. પરંતુ અકસ્માતને કારણે કલાકો સુધી હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેને કારણે મોડી રાત્રે પોલીસે અકસ્માત ગ્રસ્ત વાહનોને હાઇવે પરથી દુર કરી વાહન વ્યવહાર યથાવત્‌ કરાવ્યો હતો અને ભોગ બનેલા ચાલકોની ઓળખ અને વાહન માલિકો અંગે તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.