Western Times News

Gujarati News

ગાંધીનગરના સેક્ટર 6માં વિકાસ માટે ડીમોલેશન કરાયું

ગાંધીનગરમાં પ્રારંભિક તબક્કામાં વિકસાવાયેલું અને છેવાડાનું ગણાતું સેક્ટર 6 આજે પાટનગરની મધ્યમાં આવી ગયું છે. વર્ષ ૧૯૮૭ સુધી અહીં માત્ર સરકારી ક્વાર્ટર જ હતા. જોકે 1985 સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવેલી જમીનો ઉપર ધીમે ધીમે આકાર પામેલા ખાનગી રહેણાંકો થી સેક્ટર 6 નો વિસ્તાર ભરચક થઇ ગયો હતો.

એટલું જ નહીં સેક્ટર 1 થી 5 અસ્તિત્વમાં આવતા અને ત્યારબાદ ધીરે-ધીરે આસપાસના વિસ્તારોમાં પણ વિકાસની દોડ વેગીલી બનતા સેક્ટર 6 પાટનગરની જાણે મધ્યમાં આવી ગયું હતું.

ગાંધીનગર ની શરૂઆતમાં મોટાભાગના સેક્ટરોમાં સરકારી ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા. જે પૈકી જર્જરિત થઈ ગયેલા અનેક સરકારી બ્લોક હવે ડીમોલેશન કરવાનો સમય પાકી ગયો છે. દાયકાઓ પહેલા બનાવાયેલા આ સરકારી ક્વાર્ટર હવે જોખમે બની જતા તેને ખાલી કરાવાયા હતા

જોકે હજુ પણ આ સરકારી ક્વાર્ટરમાં અલગ-અલગ બ્લોક માં થઈને મળીને કુલ 13 પરિવારો નિવાસ કરતા હતા. અનેક નોટીસ આપવા છતાં આ લોકો વર્ષો સુધી રહ્યા હોય એવું પોતાનું આ મકાન ખાલી કરવા માંગતા નહોતા. છેવટે આજે મંગળવારે સવારે તેઓને પોલીસ પ્રોટેકશન હેઠળ ખાલી કરાવવામાં આવ્યા હતા.

સેક્ટર -૬ માં કુલ ૧૭ સરકારી બ્લોક ડીમોલેશન કરવાના છે. હવે બધા મકાનો ખાલી થઈ ગયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ ત્રણ માળના આ સરકારી ક્વાર્ટર ધરાવતા બ્લોક ડીમોલેશન કરતા પહેલા વીજપુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.