Western Times News

Gujarati News

અફગાનિસ્તાનમાં અનેક પ્રતિબંધોનો ખતરો છવાયો

કાબુલ: અફગાનિસ્તાનમાં તાલિહાન પોતાનો રંગ બતાવી રહ્યું છે અને હવે બીદીવાર એ વાતનો ભય સેવાઇ રહ્યો છે કે અહીંના બ્યુટીપાર્લરો અને રંગબેરંગી પતગોથી સજાવાયેલી દુકાન માલિકોના મનમાં એ વાતની આશંકા છે કે આવનારા દિવસોમાં તાલિબાની ફરમાનથી આ બધુ બંધ થઇ જશે. હક્કીતમાં ૧૯૯૬-૨૦૦૧ દરમિયાન તાલિબાનીઓએ અનેક મનોરંજનના ક્રિયાકલાપો જેવા કે પતંગબાજી,ટીવી સીરિયલો કબુતર રેસિગ ફ્રૈસી હેયર કટ ત્યાં સુધી કે ગીતો સાંભળવા પર પણ રોક લગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષ એપ્રિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનના અફગાનસ્તાનમાં ચાલી રહેલ અંતહીન યુધ્ધને સમાપ્ત કરવા અને અમેરિકી સૈનિકોની વાપસીની જાહેરાત બાદથી જ તાલિબાને સમગ્ર દેશમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. અફગાનિસ્તાનના ૪૨૧ જીલ્લા અને જીલ્લા કેન્દ્રોમાંથી એક તૃત્યાંશ પર હાલ તાલિબાનનું નિયંત્રણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.